Ahmedabadના ઘાટલોડિયામાં SMCની રેડ: ચાંદલોડિયા બ્રિજ નજીકથી ઝડપાયો 972 લીટર દેશી દારૂ!
અમદાવાદના ઘાટલોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં SMC ની રેડ પડી છે. શહેરના ચાંદલોડિયા બ્રિજ નજીક ધનજીભાઈના કુવા પાસે જાહેર રોડ પરથી દેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હોવાની વિગત સામે આવી છે. સ્ટેટ મોનિટરિંગ યુનિટે 972 લીટર દેશી દારૂ ઝડપ્યો છે અને અંદાજિત કિંમત રૂ. 1,94,400 નો દારૂનો જથ્થો કબજે કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન દારૂના જથ્થા સાથે વાહન, 2 મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ રૂ. 4,53,150 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
અશ્વિન રાજપુત અને યોગેશ લુહારની ધરપકડ, 8 આરોપી વોન્ટેડ
દારૂની હેરાફેરીના નેટવર્ક સામે SMC ની કાર્યવાહીમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં અશ્વિન રાજપુત અને યોગેશ લુહારની ધરપકડ થઈ છે, જે બંને ગાંધીનગર જિલ્લાના કલોલના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ દારૂના નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય 8 આરોપીઓને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો
આ સમગ્ર મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. 972 લીટર દેશી દારૂ અને રૂ. 4,53,150 ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ બાદ વોન્ટેડ જાહેર કરાયેલા 8 આરોપીઓની શોધખોળ અને નેટવર્ક અંગે આગળની કાયદેસરની કાર્યવાહી તથા તપાસની પ્રક્રિયા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો