દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતની મુલાકાતે છે અને પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદ શહેરમાંથી એક વિશેષ સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના પરિવારજનો સાથે અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા P SQUARE થિયેટર ખાતે પહોંચીને ચર્ચાસ્પદ બનેલી 'રામાયણ' ફિલ્મ નિહાળી હતી. પરિવાર સાથે થિયેટરમાં પહોંચેલા ગૃહમંત્રીની એક ઝલક મેળવવા માટે અનેક લોકો પણ ઉત્સુક જોવા મળ્યા હતા.
ગોતાના P SQUARE થિયેટરમાં પરિવાર સાથે ફિલ્મ નિહાળી
પ્રાપ્ત વિગતો અનુસાર, ગૃહમંત્રી અમિત શાહ પોતાના વ્યસ્ત રાજકીય અને સરકારી કાર્યક્રમોમાંથી સમય કાઢીને અમદાવાદના ગોતા સ્થિત P SQUARE સિનેમા હોલ ખાતે પહોંચ્યા હતા. તેમની સાથે તેમના પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. થિયેટરમાં સામાન્ય નાગરિકોની જેમ જ તેમણે પરિવાર સાથે બેસીને 'રામાયણ' ફિલ્મ નિહાળી હતી.
