રાજ્યની સૌથી મોટી અને અગ્રણી ટેકનિકલ યુનિવર્સિટી એવી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) માં વહીવટી સ્તરે મહત્વપૂર્ણ બદલાવ આવ્યો છે. GTU ના પ્રથમ મહિલા કુલપતિ તરીકે સફળતાપૂર્વક પોતાની મુદત પૂર્ણ કરનાર ડૉ. રાજુલ ગજ્જરનો કાર્યકાળ પૂરો થતાં, નવી કાયમી વર્ગીકૃત પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી યુનિવર્સિટીના રોજિંદા વહીવટ અને શૈક્ષણિક કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા ઈન્ચાર્જ કુલપતિની નિમણૂક કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
GTU માં વહીવટી સ્તરે મહત્વપૂર્ણ બદલાવ
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર પરિપત્ર અનુસાર, GTU નો વધારાનો અને ઈન્ચાર્જ પદભાળ ડૉ. વૈભવ ડી. ભટ્ટને સોંપવામાં આવ્યો છે.નવા ઈન્ચાર્જ કુલપતિ તરીકે નિયુક્ત થનાર ડૉ. વૈભવ ડી. ભટ્ટ GTU માં જ લાંબા સમયથી સક્રિય રીતે સેવાઓ આપી રહ્યા છે. તેઓ યુનિવર્સિટી સંચાલિત 'સ્કૂલ ઓફ એપ્લાઇડ સાયન્સ એન્ડ ટેક્નોલોજી'માં ડિરેક્ટર તરીકેનો પદભાળ સંભાળી રહ્યા છે.
