ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા ગુજરાતના ગામોમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ માટે 10 સિનિયર આઈપીએસ અધિકારીઓ મેદાનમાં ઉતરશે. 26 અને 27 નવેમ્બરના રોજ અધિકારીઓ કચ્છ, વાવ-થરાદ અને પાટણનાં 20 સરહદી ગામોની મુલાકાત લેશે.
20 સરહદી ગામોની મુલાકાત લેશે અધિકારીઓ
આ મુલાકાત દરમિયાન સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિનું ગ્રાઉન્ડ લેવલ પર નિરીક્ષણ કરવામાં આવશે. પોલીસની તૈયારી, પેટ્રોલિંગ વ્યવસ્થા અને સરહદી સુરક્ષાને લગતા વિવિધ પાસાઓની સમીક્ષા કરવામાં આવશે.
ગામલોકોના ઘરે રાત્રિ રોકાણ કરશે IPS અધિકારીઓ
આ કાર્યક્રમની વિશેષતા એ છે કે સિનિયર આઈપીએસ અધિકારીઓ સરહદી ગામોમાં સ્થાનિક લોકોના ઘરે રાત્રિ રોકાણ પણ કરશે. આ દરમિયાન ગામલોકો અને પોલીસ કર્મચારીઓ સાથે સીધો સંવાદ કરીને સ્થાનિક સ્તરે સુરક્ષાને લગતી સ્થિતિ અને સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કરવામાં આવશે.
રાત્રિના સમયે સમીક્ષા બેઠકો યોજાશે
મુલાકાત દરમિયાન રાત્રિના સમયે પણ સમીક્ષા બેઠકો યોજવામાં આવશે. તેમાં સરહદી વિસ્તારોની સુરક્ષા વ્યવસ્થા, પોલીસની તૈયારી અને પેટ્રોલિંગ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ રીતે પોલીસ અધિકારીઓ સરહદી ગામોની સુરક્ષાની સ્થિતિનું સ્થળ પર જઈને મૂલ્યાંકન કરશે.
આ પણ વાંચો : Anupam Kherની ફ્લાઇટ સુરત ડાયવર્ટ, લેન્ડિંગની ક્ષણે વિમાને ફરી ભરી ઉડાન, મુંબઈ એરપોર્ટના ટ્રાફિક મેનેજમેન્ટ પર ઉઠાવ્યા સવાલ