રાજ્યમાં મેઘરાજાની પધરામણી થતાં જ તમામ મોટા અને નાના શહેરોમાં તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રી-મોન્સૂન કામગીરી અને રોડ-રસ્તાના વિકાસના મોટા-મોટા દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે. 

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં રસ્તા ધોવાયા

ભ્રષ્ટાચાર અને ગુણવત્તા વગરના નબળા કામોને કારણે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં રસ્તા ધોવાઈ ગયા છે. ચોમાસાના આરંભે જ માર્ગો પર પડેલા વિશાળ ખાડાઓના કારણે સામાન્ય નાગરિકો જીવના જોખમે વાહન ચલાવવા મજબૂર બન્યા છે.

https://youtu.be/Qy7GES8-CPI    


અમદાવાદમાં ખાડા જ ખાડા

મેગા સિટી અમદાવાદની વાત કરીએ તો, અહીં હવે માત્ર રોડ જ નહીં પરંતુ ફૂટપાથ પણ તૂટવા લાગ્યા છે. શિલજ રોડ પર આવેલી શ્યામ વિહાર સોસાયટી પાસે આખું ફૂટપાથ બેસી જતાં કરોડપતિઓના બંગલાની બહાર જ જોખમ ઊભું થયું છે. હેબતપુર રોડ વચ્ચેથી જ તૂટી જતાં પાંચથી વધુ મોટા ભુવા પડ્યા છે, જ્યાં AMC માત્ર બેરિકેટ મુકીને જવાબદારીમાંથી છટકી ગયું છે. ઉપરાંત, પોશ ગણાતા થલતેજ-સોલા રોડ પર બિસમાર રસ્તાઓને કારણે સ્થાનિકો અને રાહદારીઓમાં તંત્ર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. 

https://twitter.com/sandeshnews/status/2082322608234876956  


વડોદરામાં વાહનચાલકો 'ડિસ્કો રોડ' પરથી પસાર થવા મજબૂર

અન્ય શહેરોની સ્થિતિ પણ આવી જ દયનીય છે. વડોદરામાં સામાન્ય વરસાદમાં જ જેતલપુર બ્રિજ નીચેનો સર્વિસ રોડ સંપૂર્ણ ધોવાઈ ગયો છે, જ્યાં ૫૦૦ મીટર સુધી ખાડાઓનું સામ્રાજ્ય છવાતાં વાહનચાલકો 'ડિસ્કો રોડ' પરથી પસાર થવા મજબૂર બન્યા છે. બીજી તરફ, સુરતમાં પૂર બાદ કડોદરા-સારોલી રોડ આખો ગાયબ થઈ ગયો છે. દર વર્ષે ચોમાસામાં સર્જાતી આ કાયમી સમસ્યાથી કંટાળેલી જનતા હવે તંત્ર પાસે રસ્તાઓના કાયમી અને ગુણવત્તાયુક્ત સમારકામની માંગ કરી રહી છે.

સુરતની સ્થિતી પણ દયનિય

સુરત શહેરમાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે ચારેય તરફ ‘ખાડારાજ’ જોવા મળી રહ્યું છે. કડોદરા-સારોલી રોડ પર પડેલા ઊંડા ખાડાઓને કારણે સમગ્ર રસ્તો જાણે ખોવાઈ ગયો હોય તેવી બિસમાર સ્થિતિ સર્જાઈ છે. અહીથી પસાર થતા વાહનચાલકો અકસ્માતના સતત ભય નીચે જીવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસામાં આ જ પરિસ્થિતિ નિર્માણ પામે છે, પરંતુ સુરત મહાનગરપાલિકા કે માર્ગ-મકાન વિભાગ પાસે સારા અને ટકાયુક્ત રસ્તા બનાવવા માટેનું કોઈ નક્કર આયોજન હોય તેવું લાગતું નથી.. 


આ પણ વાંચો  :   Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?