મહિલાઓ માટે સુરક્ષિત ગણાતા ગુજરાત રાજ્યમાં ઘરેલુ હિંસાના બનાવોને લઈને એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. પીડિત મહિલાઓની સુરક્ષા અને તાત્કાલિક મદદ માટે કાર્યરત '181 અભયમ મહિલા હેલ્પલાઇન'ના જૂન મહિનાના સત્તાવાર આંકડા જાહેર થયા છે. આ રિપોર્ટ અનુસાર, રાજ્યમાં ઘરેલુ હિંસાની સ્થિતિ હજુ પણ ગંભીર છે, કારણ કે માત્ર જૂન મહિનાના ટૂંકા ગાળામાં જ રાજ્યભરમાંથી કુલ 46,696 ફોન કોલ દ્વારા મહિલાઓએ મદદની ગુહાર લગાવી છે.

રોજ સરેરાશ 1,500 થી વધુ કોલ

આંકડાકીય વિશ્લેષણ મુજબ, રાજ્યમાં રોજના સરેરાશ 1,557 કોલ અભયમ હેલ્પલાઇન પર નોંધાય છે. આ ફરિયાદો એટલી ગંભીર હોય છે કે, તેમાંથી રોજના સરેરાશ 355 કોલ પર અભયમની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવું પડે છે. જૂન મહિનાના કુલ કેસોમાંથી 10,646 કેસોમાં પરિસ્થિતિ વણસતા અભયમની રેસ્ક્યૂ વાન ફરિયાદી મહિલા પાસે મોકલવાની ફરજ પડી હતી, જ્યાં ટીમે સ્થળ પર જઈને કાયદેસરની કાર્યવાહી અને કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું.

અમદાવાદ જિલ્લો હિંસાના કેસોમાં રાજ્યમાં પ્રથમ

આ સરકારી અહેવાલમાં ભૌગોલિક દ્રષ્ટિએ જોતાં અમદાવાદ જિલ્લો સમગ્ર રાજ્યમાં ઘરેલુ હિંસાના કેસોમાં મોખરે રહ્યો છે. અમદાવાદમાંથી સૌથી વધુ 11,590 કોલ આવ્યા હતા અને 2,563 કેસોમાં ગાડી મોકલવી પડી હતી. આ યાદીમાં બીજા ક્રમે સુરત (3,992 કોલ) અને ત્રીજા ક્રમે વડોદરા (3,763 કોલ) રહ્યું છે, જ્યારે સૌથી શાંત ગણાતા ડાંગ જિલ્લામાંથી સૌથી ઓછા 303 કોલ નોંધાયા છે.

https://twitter.com/sandeshnews/status/2079112165563494530

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા કોલ અને વાન ડિસ્પેચના આંકડા

  • અમદાવાદ: કોલ - 11,590 | વાન ડિસ્પેચ - 2,563
  • સુરત: કોલ - 3,992 | વાન ડિસ્પેચ - 774
  • વડોદરા: કોલ - 3,763 | વાન ડિસ્પેચ - 867
  • રાજકોટ: કોલ - 3,314 | વાન ડિસ્પેચ - 734
  • કચ્છ: કોલ - 1,883 | વાન ડિસ્પેચ - 381
  • ભાવનગર: કોલ - 1,793 | વાન ડિસ્પેચ - 376
  • પંચમહાલ: કોલ - 1,458 | વાન ડિસ્પેચ - 411
  • ગાંધીનગર: કોલ - 1,132 | વાન ડિસ્પેચ - 231
  • આણંદ: કોલ - 1,083 | વાન ડિસ્પેચ - 240
  • જામનગર: કોલ - 1,065 | વાન ડિસ્પેચ - 205
  • મહેસાણા: કોલ - 1,055 | વાન ડિસ્પેચ - 199
  • ભરૂચ: કોલ - 1,028 | વાન ડિસ્પેચ - 225
  • દાહોદ: કોલ - 1,022 | વાન ડિસ્પેચ - 303
  • જુનાગઢ: કોલ - 979 | વાન ડિસ્પેચ - 239
  • ખેડા: કોલ - 950 | વાન ડિસ્પેચ - 214
  • મોરબી: કોલ - 851 | વાન ડિસ્પેચ - 195
  • સુરેન્દ્રનગર: કોલ - 826 | વાન ડિસ્પેચ - 139
  • સાબરકાંઠા: કોલ - 799 | વાન ડિસ્પેચ - 190
  • બનાસકાંઠા: કોલ - 794 | વાન ડિસ્પેચ - 158
  • વલસાડ: કોલ - 693 | વાન ડિસ્પેચ - 157
  • અમરેલી: કોલ - 691 | વાન ડિસ્પેચ - 151
  • પાટણ: કોલ - 671 | વાન ડિસ્પેચ - 153
  • નવસારી: કોલ - 666 | વાન ડિસ્પેચ - 191
  • ગિરસોમનાથ: કોલ - 610 | વાન ડિસ્પેચ - 137
  • તાપી: કોલ - 543 | વાન ડિસ્પેચ - 201
  • અરવલ્લી: કોલ - 469 | વાન ડિસ્પેચ - 124
  • બોટાદ: કોલ - 447 | વાન ડિસ્પેચ - 135
  • પોરબંદર: કોલ - 433 | વાન ડિસ્પેચ - 142
  • નર્મદા: કોલ - 392 | વાન ડિસ્પેચ - 120
  • મહીસાગર: કોલ - 374 | વાન ડિસ્પેચ - 98
  • છોટાઉદેપુર: કોલ - 355 | વાન ડિસ્પેચ - 114
  • દ્વારકા: કોલ - 344 | વાન ડિસ્પેચ - 79
  • ડાંગ: કોલ - 303 | વાન ડિસ્પેચ - 98
  • વાવ થરાદ: કોલ - 299 | વાન ડિસ્પેચ - 102

Domestic Violence in Gujarat: 46,696 Calls on 181 Abhayam


આ પણ વાંચો - વાંચો 20 જુલાઈના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે