આજે રાજ્યભરમાં જીસેટ (GSET)ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી (MSU) દ્વારા યોજાતી GSET પરીક્ષામાં આ વર્ષે રાજ્યભરના 49 હજારથી વધુ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જે ગત વર્ષની સરખામણીએ ઉમેદવારોની સંખ્યામાં 14%નો વધારો દર્શાવે છે.
વિષયોની સંખ્યા 33થી વધારી 36 કરાઈ; 10 શહેરોમાં પરીક્ષાનું આયોજન
પ્રાપ્ત વિગતો અનુસાર, આ વખતે GSETની પરીક્ષામાં મહત્વના ફેરફારો સાથે સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જીસેટમાં વિષયોની સંખ્યા 33થી વધારી 36 કરાઈ છે, જેમાં ઈન્ડિયન કલ્ચર, યોગા અને સ્ટેટિસ્ટિક્સના નવા વિષયો ઉમેરાયા છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિત રાજ્યના 10 શહેરોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
