ગુજરાતના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક પરિવહનમાં થયેલા વધારાની સીધી અસર રાજ્યની ટોલ આવક પર જોવા મળી રહી છે. રાજ્યમાં ટોલ આવકમાં મોટો ઉછાળો નોંધાયો છે અને છેલ્લા 5 વર્ષમાં ટોલ આવક 94.4 ટકા જેટલી વધી ગઈ છે. આ વધારા સાથે ગુજરાતની કુલ ટોલ આવક 6,352 કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. હાઈવે પરિવહનમાં ભારે વાહનોનું પ્રભુત્વ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે, જે રાજ્યમાં વધી રહેલી વ્યાપારી અને ઔદ્યોગિક ગતિવિધિઓનો સંકેત આપે છે.
ગુજરાતની ટોલ આવકમાં ભારે વાહનોનો 84.5 ટકા હિસ્સો
છેલ્લા પાંચ વર્ષના સમયગાળામાં ગુજરાતની ટોલ આવકમાં 94.4 ટકાનો ઉછાળો નોંધાયો છે, જેના પરિણામે ટોલ આવકનો આંકડો ₹6,352 કરોડને પાર નીકળી ગયો છે. રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પરથી રોજિંદા ધોરણે સરેરાશ 17.64 કરોડ રૂપિયાની ટોલ વસૂલાત થઈ રહી છે.
