ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં બનાસકાંઠા જિલ્લાની થરા નગરપાલિકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગર પાલિકાની સામાન્ય ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી. જેમાં ઓખા નગર પાલિકામાં ભાજપે બે દાયદાના શાસનને કાયમ રાખ્યું છે. જ્યારે બનાસકાંઠાની થરા પાલિકામાં પણ ભાજપે સત્તા કબજે કરી છે.  

થરા નગર પાલિકામાં ભાજપે 19 બેઠકો પર વિજય મેળવ્યો

બનાસકાંઠાની થરા નગર પાલિકાની વાત કરીએ તો આ ચૂંટણીમાં કૂલ 6 વોર્ડની 24 બેઠકો પર મતદાન યોજાયું હતું. 59 ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થયું હતું. આજે સવારે ઈવીએમ ખુલતાની સાથે જ વલણોમાં ભાજપના ઉમેદવારો આગળ રહ્યા હતાં. પરિણામ આવતાં જ થરામાં એક બેઠકના નુકસાન સાથે આ વખતે પણ સત્તા ટકાવી રાખી છે. જેમાં જોઈએ તો, આ વખતની ચૂંટણીમાં ભાજપને 24માંથી 19 બેઠકો પર વિજય મળ્યો છે. જ્યારે પાંચ બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે. આ વખતે આમ આદમી પાર્ટીનું ખાતું પણ ખુલ્યું નથી. છેલ્લે વોર્ડ નંબર 6માં કોંગ્રેસની આખી પેનલનો વિજય થતાં બેઠકોમાં વધારો થયો હતો. શરૂઆતના વલણોમાં કોંગ્રેસ માત્ર એક બેઠક સાથે આગળ હતી. હવે થરા નગર પાલિકામાં ભાજપ ફરી સત્તામાં આવી ગઈ છે. 

ઓખામાં 36 બેઠકોમાંથી ભાજપે 33 બેઠકો પર વિજય

હવે વાત કરીએ ઓખા નગર પાલિકાની ચૂંટણીની તો આ વખતે 9 વોર્ડની કૂલ 36 બેઠકો પર મતદાન યોજાયું હતું. આ 36 બેઠકોમાંથી ભાજપે 33 બેઠકો પર વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસને માત્ર 3 બેઠકો પર જ વિજય મળ્યો છે. જ્યારે આમ આદમી પાર્ટીનું ખાતું પણ ખુલ્યુ નથી. ઓખા નગર પાલિકામાં ભાજપે પોતાનો બે દાયદાથી ચાલી આવતો સત્તાનો ગઢ સાચવી રાખ્યો છે. આ વખતની ચૂંટણીમાં પાલિકામાં 63.27% મતદાન યોજાયું હતું. વોર્ડ નંબર-7માં કોંગ્રેસના ઉમેદવારોનું ખાતું ખુલ્યું હતું. વોર્ડ નંબર-4 માં ભાજપના ચારેય ઉમેદવારો અગાઉ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. 

આ પણ વાંચોઃ Rajkot: મેટોડા GIDCના પ્રમુખ પદનો નિર્ણય અધ્ધરતાલ; વર્તમાન પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાની અનિચ્છાથી પેચ ફસાયો