ગુજરાત એટીએસને વધુ એક મહિલા આતંકી ઝડપવામાં સફળતા મળી છે જેમાં અલકાયદાની માસ્ટ માઈન્ડ આતંકી મહિલા સમા પરવીનની બેંગ્લુરથી ધરપકડ કરવામાં આવી છે, આતંકીઓના ઈન્સ્ટાગ્રામના ગ્રુપમાં આ મહિલા જોડાયેલી હતી, તો આતંકી ગતિવિધિમાં આ મહિલા સામેલ હોવાની વાત સામે આવી છે. મહિલા આતંકી પાકિસ્તાન સાથે સંકળાયેલી હોવાની વાત સામે આવી છે.
પાકિસ્તાન સાથે સંકળાયેલી હતી સમા પરવીન
ગુજરાત ATSના SP સુનિલ જોશીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આતંકી સમા પરવીન પાકિસ્તાન સાથે સંકળાયેલી હતી. અગાઉ AQISના 4 આતંકીઓની ધરપકડ થઇ હતી તેમના રિમાન્ડ દરમિયાન સ્ટ્રેન્જર્સ નેશન-2 એકાઉન્ટની માહિતી મળી હતી. આતંકીઓ ઇન્સ્ટા એકાઉન્ટથી જેહાદી સાહિત્યની આપ-લે કરતા હતાં. સ્ટેન્જર્સ ઓફ નેશનના ફેસબુક એકાઉન્ટ મળી આવ્યા છે. દરેક એકાઉન્ટ પર 10 હજારથી વધુ ફોલોઅર્સ હતા. આ એકાઉન્ટ સમા પરવીન ઓપરેટ કરતી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.
લોકલ પોલીસની મદદથી સમા પરવિનને ઝડપી
ગુજરાત ATSની ટીમે લોકલ પોલીસની મદદથી સમા પરવીનને ઝડપી પાડી છે. સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એન્ટી નેશનલ કન્ટેન્ટ પોસ્ટ કરવામાં આવતા હતાં.જેહાદી પ્રવચનો પણ મોકલવામાં આવ્યા હતા. સમા પરવિન પાકિસ્તાન સિવાય અન્ય દેશોના પણ સંપર્કમાં હતી. સમા મૂળ ઝારખંડની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તે તેની માતા અને ભાઇ સાથે રહેતી હતી. તે પાકિસ્તાનના અલગ-અલગ માણસો સાથે આ મહિલા સંપર્કમાં હતી.









