ભારત દેશમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ અલગ અલગ સમયે યોજવામાં આવે છે. કેન્દ્ર સરકારે વન નેશન અને વન ઈલેક્શનનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જેનો હેતુ દેશમાં મતદાર એક જ દિવસમાં એક જ સમયે મતદાન કરશે. દેશમાં હાલ સમયાંતરે ચૂંટણીયો યોજાઈ રહી છે જેના કારણે વિકાસકામોને અસર થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ અંગે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, જુદા જુદા રાજ્યોમાં ચૂંટણીયો યોજાવાને કારણે નિર્ણયોમાં વિલંબ થયો હોવાની શક્યતા છે.


ચૂંટણીની સૌથી મોટી જવાબદારી શિક્ષકોના માથે હોય છે

વન નેશન, વન ઈલેક્શન અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, જુદા જુદા રાજ્યોમાં ચૂંટણીઓ યોજાવાને લીધે વન નેશન અને વન ઈલેક્શનના નિર્ણયમાં વિલંબ થઈ રહ્યો છે. દરેક રાજ્ય વર્ષમાં 80 દિવસ સુધી નિર્ણય નથી લઈ શકતું. એક ચૂંટણી બાદ બીજી ચૂંટણીની તૈયારીઓ ચાલે છે. ચૂંટણીની સૌથી મોટી જવાબદારી શિક્ષકોના માથે હોય છે. શિક્ષકો ચૂંટણીની ફરજ પર હોય તો બાળકોના અભ્યાસ પર તેની અસર પડે છે.

જે કોઈ માં ભારતીને નમે છે તેને મોદી ગમે છે

હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું હતું કે, વિશ્વમાં ફ્રાન્સ અને અમેરિકા જેવા દેશોમાં એક સાથે ચૂંટણીઓ થઈ રહી છે. જેનામાં વિદેશી ચીપ લાગેલી છે તે તમામ મુદ્દે વિરોધ કરે છે. વન નેશન, વન ઈલેક્શન દેશ માટે સૌથી મોટુ પરિવર્તન સાબિત થાય તેમ છે. જે કોઈ માં ભારતીને નમે છે તેને મોદી ગમે છે. દેશની આઝાદી બાદ 15-20 વર્ષ સુધી એક સાથે જ ચૂંટણીઓ થતી હતી.


  • Follow us on: