ગુજરાતમા તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. પવિત્ર શ્રાવણ માસમાં આવતા સાતમ, આઠમ-જન્માષ્ટમીના તહેવારો આવતાં જ લોકો પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યાં છે. ત્યારે આ તહેવારો લોકો સારી રીતે ઉજવી શકે તે માટે એસ.ટી નિગમ દ્વારા જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક 1200થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે.જેનો અંદાજે બે લાખથી વધુ મુસાફરો લાભ લઇ રહ્યા છે.
1200 જેટલી એક્સ્ટ્રા ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન












