ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને એક મહત્વની માહિતી આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં એક 'સાયક્લોનિક સર્ક્યુલેશન' સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમની અસરના ભાગરૂપે આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં સામાન્ય વરસાદી માહોલ જોવા મળી શકે છે. જોકે, આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ક્યાંય પણ અતિભારે કે તોફાની વરસાદની કોઈ શક્યતા નથી.
હળવાથી સામાન્ય વરસાદ પડી શકે
હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ, આગામી 7 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક સ્થળોએ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં પણ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.













