ગુજરાતમાં ચોમાસાની વિદાય થઈ છે અને શિયાળો શરૂ થયાનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આજે નર્મદા, તાપી અને નવસારીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ડાંગ, વલસાડ અને દાદરાનગર હવેલીમાં પણ કમોસમી વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે.
20થી 22 તારીખે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આજે હળવા વરસાદની સંભાવનાઓ છે. આજે નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી અને ડાંગ જિલ્લામાં વરસાદની આગાહી છે.ઓક્ટોબરની 20, 21 અને 22 તારીખે પણ રાજ્યમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડી શકે છે.
