ગુજરાતમાં ચોમાસાનો માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. પરંતુ, ખાસ કરીને આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી માહિતી મુજબ, આ સમયગાળા દરમિયાન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક અનુભવાશે. ખેડૂતો અને સામાન્ય જનતા માટે આ સમાચાર મહત્વના છે, કારણ કે લાંભા સમય બાદ રાજ્યમાં સારો વરસાદ વરસી રહ્યો છે.
17 જુલાઈ બાદ વરસાદ પાડવામાં બ્રેક વાગશે
જોકે, હવામાન વિભાગે એક મહત્ત્વપૂર્ણ જાણકારી પણ આપી છે કે, 17 જુલાઈ બાદ વરસાદ પાડવામાં બ્રેક વાગશે. એટલે કે, 17 જુલાઈ પછી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે અને હળવા ઝાપટાં કે છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે. આ આગાહીને પગલે સ્થાનિક વહીવટી તંત્રને પણ સતર્ક રહેવા અને જરૂરી સાવચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને ખેડૂતોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.