ગુજરાતના અનેક શહેરોમાં મોડી સાંજથી વરસાદ વરસ્યો હોવાની વાત સામે આવી છે જેમાં મહેસાણાના ખેરાલુમાં વરસાદ વરસ્યો હતો, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ભારે પવન સાથે વરસ્યો હોવાની વાત સામે આવી છે, ત્યારે ખેડૂતોના તૈયાર થયેલ પાકને પણ નુકસાન થયું હોવાની વાત સામે આવી છે. હાલમાં બાજરી અને જુવારનો પાક ખેડૂતો લઈ રહ્યા છે.
ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
ખેડા જિલ્લામાં સૌથી વધારે વરસાદ વરસ્યો હોવાની વાત સામે આવી છે જેમાં સૌથી વધુ વરસાદ વસો તાલુકામાં 4 ઇંચ પડયો હોવાની વાત સામે આવી છે, નડિયાદ શહેરમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે, કોલેજ રોડથી ઉત્તરસંડા રોડ પર પાણી ભરાતા સ્થાનિકોને ભારે સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે.
સુરેન્દ્રનગરના થાનગઢમાં વીજળી પડતા એકનું મોત
સુરેન્દ્રનગરમાં વીજળી પડતા એકનું મોત થયું છે, સારોડી ગામે વીજળી પડતાં યુવકનું મોત થયું હોવાની વાત સામે આવી છે, રહેણાંક મકાન પર વીજળી પડતા યુવકનું મોત થયું છે, વીજળી પડતા સમગ્ર મકાનમાં લાગી આગ અને પેટ્રોલ પંપ પર વીજળી પડતા ભારે નુકસાન થયું હોવાની વાત પણ સામે આવી છે.
મોરબીમાં જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ
મોરબી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે, વાંકાનેર, ટંકારા, માળિયા, હળવદમાં વરસાદ પડયો છે, પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસતા ખેડૂતો પણ ચિંતિંત બન્યા છે.









