ગુજરાત હાઈકોર્ટે ફરી એકવાર હેલ્મેટ પહેરવાના નિયમ ભંગના મુદે આકરા પાણીએ થઈ છે. હાઈકોર્ટે હેલ્મેટના કડક અમલ માટે પોલીસની ઝાટકણી કાઢતા અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમજ નાગરીકોને પણ પોતાના જીવ પ્રત્યે જાગૃત થવા અપીલ કરી છે.
હાઇકોર્ટે હેલ્મેટ મુદ્દે પોલીસની કાઢી ઝાટકણી
હાઈકોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે, કોર્ટનો આદેશ છતાં કેટલાક લોકો હેલ્મેટ પહેર છે? અદાલતે તો ત્યાં સુધી ટકોર કરી હતી કે, હાઈકોર્ટના ગેટ બજાર જ લોકો હેલ્મેટ નથી પહેરતા. કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, લોકો દંડ ભરવા તૈયાર છે, પરંતુ નિયમોનું પાલન કરતા નથી. આ સ્થિતિને ગંભીર ગણાવતા હાઈકોર્ટે નિર્દેશ આપ્યો હતો કે, કોર્ટમાં પ્રવેશતા હેલ્મેટ ન હોય તો કાર્યવાહી કરો.
નાગરિકોને જાગૃત બનવા અપીલ
હાઈકોર્ટે પોલસને સ્પષ્ટ સુચના આપી હતી કે, પોલીસ નિયમોનું કડકાઈથી અમલ કરાવે. આ સાથે જ, ગુજરાત હાઈકોર્ટે નાગરિકોને પણ ભાવનાત્મક અપીલ કરતા જણાવ્યું કે, નાગરિકો પોતાના જીવ માટે જાગૃત બને. અદાલતે ભારપૂર્વક કહ્યું કે, બધું જાદુઈ છડીથી જતું નથી. માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવું એ માત્ર કાયદાનું પાલન નથી પરંતુ વ્યક્તિગત સુરક્ષા માટે પણ અનિવાર્ય છે. પોલીસ અને નાગરિકો બંનેએ આ મુદ્દે ગંભીરતા દાખવવી પડશે અન્યથા અકસ્માતોનો ભોગ બનવાનું જોખમ યથાવત રહેશે.









