અમદાવાદમાં ખાણીપીણીની લોકપ્રિય આંતરરાષ્ટ્રીય ચેઇન બર્ગર કિંગ (Burger King) ના આઉટલેટ પરથી ગ્રાહક સાથે ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ શહેરના પ્રખ્યાત હિમાલયા મોલ પાસે આવેલા બર્ગર કિંગમાં ઓર્ડર કરવામાં આવેલા ફૂડમાંથી ઈયળ નીકળવાની ઘટનાથી ગ્રાહકને મોટો આઘાત અને કડવો અનુભવ થયો છે.

શું બની હતી ઘટના?

ઘટનાની વિગતો મુજબ, ગ્રાહકે બર્ગર મંગાવ્યું હતું, પરંતુ જ્યારે તેણે તેમાં જોયું તો જીવજંતુ (વોર્મ/ઈયળ) નજરે પડ્યું હતું. ગ્રાહકે તાત્કાલિક આ બાબતની ગંભીર નોંધ લઈને આઉટલેટના સ્ટાફ અને મેનેજરને જાણ કરી હતી.


Ahmedabad News: Worm Found in Burger King Burger at Ahmedabad Himalaya Mall


સ્ટાફ દ્વારા મામલો થાળે પાડવા માટે ગ્રાહક સાથે સેટેલમેન્ટ કરી લેવાની વાત કરવામાં આવી હતી. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સાથે ચેડાં થતા ગ્રાહકે આ પ્રસ્કારને નકારી કાઢ્યો હતો.


Ahmedabad News: Worm Found in Burger King Burger at Ahmedabad Himalaya Mall


AMC માં સત્તાવાર ફરિયાદ અને તંત્રની કાર્યવાહી

આ ગંભીર બેદરકારી સામે રોષે ભરાયેલા ગ્રાહક દ્વારા તાત્કાલિક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગ્રાહકની ફરિયાદને ગંભીરતાથી લઈને AMC તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક એક્શન લેવાની ખાતરી આપવામાં આવી છે, જેથી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા એકમો સામે દાખલો બેસાડી શકાય.


https://x.com/sandeshnews/status/2108236597057765594?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2108236597057765594%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=


આ પણ વાંચો: