ગુજરાતના અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. તેમાં 242 લોકો સવાર હતા. મળતી માહિતી મુજબ, આ વિમાન બપોરે 1.38 વાગ્યે ઉડાન ભરી ગયું અને માત્ર 2 મિનિટમાં 1.40 વાગ્યે ક્રેશ થયું હતું. આ અકસ્માતના ઘણા વીડિયો સામે આવ્યાછે જેમાં જોઈ શકાય છે કે વિમાન ઉડાન ભરતા જ નીચે પડી ગયું અને એરપોર્ટની દિવાલ સાથે અથડાયું હતું.
કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત વિમાનના પાછળના ભાગ સાથે અથડાવાથી થયો હતો. કેટલાક અહેવાલોમાં એવું પણ બહાર આવ્યું છે કે વિમાનનું એન્જિન અચાનક ખરાબ થઈ ગયું હતું. જેના કારણે વિમાન અકસ્માતનો ભોગ બન્યું હતું. અકસ્માત બાદ ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સરદાર વલ્લભ ભાઈ પટેલ એરપોર્ટ હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે. મુસાફરોને એરપોર્ટ પર જતા પહેલા માહિતી મેળવવાની સલાહ આપવામાં આવી છે.










