ભારતીય રેલવેએ માનવતા અને સેવા ક્ષેત્રે એક નવો ઐતિહાસિક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. 2 ઓગસ્ટ 2026ના રોજ ભારતીય રેલ્વેના ઈતિહાસમાં બીજી વખત ટ્રેન મારફતે ‘લાઈવ હાર્ટ ટ્રાન્સપોર્ટ’ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. 

અંકલેશ્વરથી અત્યંત ઝડપ સાથે અમદાવાદ પહોંચાડાયું

મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નં. 20901) દ્વારા એક માનવ હૃદયને અંકલેશ્વરથી અત્યંત ઝડપ સાથે અમદાવાદ પહોંચાડીને એક દર્દીને નવજીવન બક્ષવામાં આવ્યું છે.

દરેક મિનિટ અત્યંત કિંમતી હતી

આ સમગ્ર કામગીરી ઝડપ, ઉત્કૃષ્ટ ટીમવર્ક અને પ્રતિબદ્ધતાનું એક ઉત્તમ ઉદાહરણ બની રહી છે. જ્યાં દરેક મિનિટ અત્યંત કિંમતી હતી અને દરેક કર્મચારીનો પ્રયાસ કોઈના જીવનની નવી શરૂઆત માટે નિમિત્ત બન્યો હતો. સમયસર હૃદય પહોંચાડવા માટે રેલ્વે પ્રશાસન, મેડિકલ ટીમ અને સુરક્ષા દળોએ એકસૂત્રતાથી કામ કરીને ગ્રીન કોરિડોર જેવી સ્થિતિનું નિર્માણ કર્યું હતું, જેથી ટ્રેન વિલંબ વગર પોતાના નિર્ધારિત સમયે અમદાવાદ પહોંચી શકે. 

https://www.instagram.com/reel/DbkLOYpDhFH/?utm_source=ig_web_button_share_sheet   



રેલવે તંત્રનું પ્રશંસનીય કાર્ય 

ભારતીય રેલ્વેએ આ સફળ મિશન દ્વારા સાબિત કરી દીધું છે કે તે માત્ર બે સ્થળો કે ગંતવ્ય સ્થાનોને જ નથી જોડતી, પરંતુ આશાને જીવન સાથે જોડવાનું પણ અદભુત કાર્ય કરે છે. રેલ્વે તંત્રના આ પ્રશંસનીય અને માનવતાવાદી કાર્યની સમગ્ર રાજ્યમાં ભારે સરાહના થઈ રહી છે. 


આ પણ વાંચો  :   Gir Somnath પોલીસ બેડામાં ખળભળાટ, હોટલ જુગાર રેડમાં 5 લાખના તોડકાંડ મુદ્દે બે PSI સસ્પેન્ડ