ગુજરાત રાજ્યમાં આવકવેરા વિભાગ (IT) દ્વારા શરૂ કરાયેલું સર્ચ ઓપરેશન આજે સતત ત્રીજા દિવસે પણ યથાવત રહ્યું છે. રાજ્યભરમાં લગભગ 20 સ્થળો પર ITની ટીમો દ્વારા સઘન તપાસ ચાલી રહી છે.
NCP કાર્યાલયમાં તપાસનો ધમધમાટ
આ સર્ચ ઓપરેશનના ભાગરૂપે, અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ની પ્રદેશ કાર્યાલયમાં પણ IT વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. NCP ઓફિસમાં પણ ત્રીજા દિવસે તપાસનો ધમધમાટ ચાલુ રહ્યો છે.










