અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ બહાર જંક ફૂડના વેચાણ અંગે હાથ ધરાયેલા રિયાલિટી ચેકમાં ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. શાળાની બિલકુલ સામે જ જંક ફૂડની અનેક લારીઓ અને સ્ટોલ ધમધમી રહ્યા છે. શાળા છૂટવાના સમયે બાળકો આ અસ્વાસ્થ્યપ્રદ ખોરાક તરફ આકર્ષાય છે, જેના કારણે તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પડવાનું જોખમ તોળાઈ રહ્યું છે.
વાલીઓ અને શાળા સંચાલકોની કાર્યવાહીની માગ
સ્કૂલ નજીક ઊભા રહેતા આ જંક ફૂડ સ્ટોલને તુરંત દૂર કરવામાં આવે તેવી માગ વાલીઓ દ્વારા કરવામાં આવી રહી છે. બાળકોના ભવિષ્ય અને આરોગ્યને ધ્યાનમાં રાખીને વાલીઓએ શાળાની આસપાસ જંક ફૂડના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા આગ્રહ કર્યો છે. તંદુરસ્ત વાતાવરણ પૂરું પાડવા માટે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય અને કડક પગલાં લેવાય તે ખૂબ જરૂરી બન્યું છે.
