20 ઓક્ટોબરે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોની ભારત મુલાકાત, ભારત અને ન્યુઝીલેન્ડ FTA લાગુ સહિતના મુખ્ય કાર્યક્રમો યોજાશે

PM મોદી દિલ્હીમાં રાવણ દહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે સાંજે આશરે 6:30 વાગ્યે દિલ્હીના આઈપી એક્સ્ટેન્શન ખાતે યોજાનાર દશેરા મહોત્સવ અને રાવણ દહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

ગૃહમંત્રી અમિત શાહ કાલે પંજાબના પ્રવાસે રહેશે

પંજાબમાં નશાબંધી/ડ્રગ્સ-વિરોધી કાર્યકરોની હત્યા બાદ તેઓ તેમના પરિજનોને મળશે. જેમાં બપોરે 12 વાગ્યે માનસા ખાતે નશા-વિરોધી કાર્યકર પરવિંદર સિંહ ઝોટાના પરિવાર સાથે,ગુરદાસપુરમાં વિક્રમજીત સિંહના પરિવાર સાથે તથા સંગરુરમાં ગુલઝાર સિંહના પરિવાર સાથે મુલાકાત કરશે.

ગૃહમંત્રી લુધિયાણામાં રાવણ દહન કરશે

ગૃહમંત્રી અમિત શાહ કાલે લુધિયાણામાં દશેરા મહોત્સવ દરમિયાન સાંજે 5 વાગ્યે ડ્રગ્સના રાવણનું દહન કરશે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે FTA અમલી બનશે

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેનો ઐતિહાસિક મુક્ત વ્યાપાર કરાર (FTA) કાલે અમલી બનશે.જેનાથી ભારતીય વસ્તુઓને ન્યૂઝીલેન્ડના બજારમાં 100% ડ્યુટી-ફ્રી પ્રવેશ મળશે.બંને દેશોએ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરીને 7 અબજ ન્યૂઝીલેન્ડ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે.

ભારત-અમેરિકા વેપાર સમજૂતી

ભારત-અમેરિકા વેપાર સમજૂતી અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે એસ.જયશંકર અને માર્કો રૂબિયો કાલે મુંબઈમાં બેઠક કરશે.વિદેશ મંત્રી રૂબિયોની આ મુલાકાત બંને દેશોને ભારત-અમેરિકા સંબંધોની સમીક્ષા કરવાની અને વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરવાની તક પૂરી પાડશે.

કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ ઉજ્જૈનમાં પૂજા અર્ચના કરશે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિવિજય સિંહ 20 ઓક્ટોબરથી ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરે દર્શન-પૂજન અને રથ પૂજન બાદ પોતાની 'સત્ય સનાતન યાત્રાની શરૂઆત કરી રહ્યા છે.આ યાત્રા અયોધ્યા સુધી જશે.

મંદિરની પરંપરા માટે કાલે વિમાનોના પૈડાં થંભી જશે. 

20 ઓક્ટોબરે કેરળના તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાંચ કલાક સુધી ફ્લાઇટ ઓપરેશન બંધ રહેશે.આ નિર્ણય પદ્મનાભસ્વામી મંદિરની પરંપરાગત અલ્પાસી આરાટ્ટો શોભાયાત્રા માટે લેવાયો છે.જે રનવે પરથી પસાર થાય છે. આ પરંપરા 1932થી ચાલી આવે છે.

દિલ્હીમાં કોકરોચનું દહન કરાશે

દિલ્હીના પીતમપુરામાં યોજાતી શ્રી કેશવ રામલીલામાં આ વખતે વિજયાદશમી નિમિત્તે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદની સાથે 30 ફૂટ ઊંચું વાંદરો/વંદો (કોકરોચ)નું પૂતળું પણ બાળવામાં આવશે. આયોજકોના જણાવ્યા મુજબ, કોકરોચને ગંદકી અને કચરાના પ્રતીક તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે, જેનો હેતુ 'સ્વચ્છ ભારત અભિયાન' અને 'સ્વચ્છ દિલ્હી મિશન' પ્રત્યે લોકોને જાગરૂક કરવાનો છે.

ફાઈટ અગેઈન્સ ડ્રગ્સ

ગૃહમંત્રી અમિત આગામી 21 ઓક્ટોબરે પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે શહીદ પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. આ પ્રસંગે ગૃહમંત્રી એક મોટરસાઇકલ રેલીને ફ્લેગ ઓફ કરાવશે. જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો , કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો તથા કેટલાક કેન્દ્રીય પોલીસ સંગઠનોના આશરે 90 સવાર ભાગ લેશે.આ રેલી ડ્રગ્સ વિરુદ્ધ લડાઈના સંદેશ સાથે આયોજિત દેશવ્યાપી રેલીનો એક મહત્વપૂર્ણ ભાગ છે.જેમાં દેશભરના તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય દળોના મોટરસાઇકલ સવારો ગુજરાતના એકતા નગર ખાતે પહોંચીને એકતા પરેડ 2026માં જોડાશે.

બ્રહ્મપુરી ખાતે યુવા બ્રહ્મસમાજની નવરાત્રિ

ગીર સોમનાથનાં કોડીનાર બ્રહ્મપુરી ખાતે યુવા બ્રહ્મસમાજ આયોજિત બ્રહ્મસમાજની નવરાત્રી છેલ્લા ચાર વર્ષથી યોજાય છે.'બ્રહ્મ રાસોત્સવ' નામે યોજાતી આ નવરાત્રીમાં બ્રહ્મ એકતા અને સંગઠનનું અનેરું ઉદાહરણ જોવા મળે છે.શાસ્ત્રોક્ત પરંપરા પ્રમાણે આરતી અને પૂજા બાદ માતાજીના ગરબા લેવામાં આવે છે.પ્રાચીન અને અર્વાચીન પદ્ધતિનો સુમેળ અહીં જોવા મળે છે.

પ્રાંતિજમાં બ્રહ્માણી માતાજીની પલ્લી

પ્રાંતિજમાં વર્ષોથી પારંપરિક રીતે વર્ષોથી બ્રહ્માણી માતાજીની પલ્લી યોજાય છે. મધ્યરાત્રીએ પલ્લી મંદિરેથી નીકળતી હોય છે. જેની પર શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવે છે. રુપાલની અને પ્રાંતિજની પલ્લી સાથે નિકળતી હોય છે. જેના દર્શન કરવા મોટી સંખ્યામાં ભીડ ઉમટતી હોય છે.