અમદાવાદમાં રૂપિયાની લેતીદેતીમાં યુવકનું અપહરણ કરવાની ઘટના સામે આવી છે. નારોલથી યુવકનું અપહરણ કરીને ઘોડાસર લઈ જવામાં આવ્યો હતો. ત્યાં યુવકને ગોંધી રાખીને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. અપહરણ કર્યા બાદ આરોપીઓએ યુવક પાસેથી 5 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ વધુ 10 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
કલ્પેશ પુરોહિતનો છુટકારો થતા ફરિયાદ, 4 આરોપી સામે ગુનો
આ સમગ્ર મામલે કલ્પેશ પુરોહિત નામના યુવકનો છુટકારો થતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પ્રદીપ યાદવ સહિત 4 આરોપીઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નારોલથી અપહરણ કરીને ઘોડાસર લઈ જવા, ગોંધી રાખી માર મારવા, 5 લાખ પડાવવા અને વધુ 10 લાખની ખંડણી માંગવા સહિતની વિગતો ફરિયાદમાં સામે આવી છે.
