ગુજરાતભરના વકીલો આગામી સોમવારે પોતાના કામકાજથી અલિપ્ત રહીને હડતાળ પર ઉતરવા માટે સજ્જ થયા છે. ભાડા વિધેયક (Rent Bill) ના વિરોધમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા એક મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ વિધેયકના વિરોધમાં અગાઉ અમદાવાદ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, અને હવે આ આંદોલનને સમગ્ર રાજ્યવ્યાપી સ્વરૂપ આપવામાં આવ્યું છે.
કોર્ટ બહાર વકીલો કરશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે નક્કી કર્યા મુજબ, સોમવારના રોજ રાજ્યની તમામ કોર્ટો બહાર વકીલો એકત્રિત થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે. ભાડા કેસોના નિકાલની સત્તા ન્યાયતંત્ર પાસેથી લઈને કલેક્ટરને સોંપવાના સરકારના નિર્ણય સામે વકીલ આખીમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ આંદોલનના ભાગરૂપે ન્યાયિક કામકાજથી દૂર રહીને વિરોધ નોંધાવવામાં આવશે.
