અષાઢી બીજના દિવસે નીકળનારી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આવતા જેઠ સુદ પૂનમના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની જળયાત્રા કાઢવાની વર્ષો જૂની પરંપરા છે. આ અંતર્ગત વડોદરા-અમદાવાદ સહિતના પ્રમુખ જગન્નાથ મંદિરોમાં જળયાત્રાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિરમાં ભક્તોની ભારે ભીડ વચ્ચે સવારથી જ મંત્રોચ્ચાર સાથે પૂજન વિધિ શરૂ થઈ ગઈ છે.


108 કળશની ભવ્ય શોભાયાત્રા

આ વર્ષે જળયાત્રાને વધુ ભવ્ય બનાવવા માટે 108 તાંબા-પિત્તળના કળશને કલાત્મક રીતે શણગારવામાં આવ્યા છે. આ કળશ લઈને સાધુ-સંતો અને હજારોની સંખ્યામાં પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ બહેનો માથે કળશ ધારણ કરી ભુદર નદીના કિનારે પહોંચશે. ભુદર નદીના પવિત્ર તટે શાસ્ત્રોક્ત વિધિથી સમુદ્ર અને ગંગા મૈયાનું પૂજન કરી આ કળશમાં જળ ભરવામાં આવશે. આ જળયાત્રામાં રંગબેરંગી ધ્વજ-પતાકા, સુશોભિત નાના રથ અને બેન્ડવાજા મુખ્ય આકર્ષણ જમાવશે.

અખાડાના કરતબો અને ગજવેષ

જળયાત્રાના રૂટ પર સુરક્ષા અને શોભાના ભાગરૂપે મંદિરના પરંપરાગત ગજરાજો (હાથીઓ) સૌથી આગળ ચાલશે. યાત્રા દરમિયાન વિવિધ અખાડાના પહેલવાનો લાઠી દાવ, તલવારબાજી અને સળગતા તીર જેવા હેરતઅંગેજ કરતબો રજૂ કરીને શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરશે. નદી કિનારેથી પવિત્ર જળ મંદિરે લાવ્યા બાદ ભગવાનનો ભવ્ય જળાભિષેક (મહાસ્નાન) કરવામાં આવશે. ત્યારબાદ ભગવાનને ગજવેષ (ગણેશ સ્વરૂપ) ના દર્શન કરાવવામાં આવશે. આ જળયાત્રા બાદ પ્રભુ મોસાળ જશે અને મંદિરના કપાટ 15 દિવસ માટે બંધ (ઓઝલ) થતા હોવાથી ભક્તો આજે અંતિમ દર્શનનો લાભ લેવા ઉમટી પડ્યા છે.

આ પણ વાંચો: Gandhinagar: સેક્ટર-1 માં 43 વર્ષીય જવાને સર્વિસ રાઇફલથી પોતાની જાત પર કર્યું ફાયરિંગ, સ્થિતિ અત્યંત નાજુક

  • Follow us on: