અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ગમગીન ઘટના સામે આવી છે. અહીં એક પ્રેમી પંખીડાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને એકસાથે પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ સામૂહિક આપઘાતની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા છે.
મૃતકોની ઓળખ થઈ, મૂળ સંતરામપુરના વતની
આપઘાત કરનાર યુવક અને યુવતી બંને મૂળ મહીસાગર જિલ્લાના સંતરામપુર વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવકની ઓળખ પટેલીયા જયદીપકુમાર તરીકે થઈ છે. જ્યારે યુવતીની ઓળખ ડામોર નીતાબેન તરીકે કરવામાં આવી છે. આ બંને અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આ આત્યંતિક પગલું ભર્યું હતું.
