ગુજરાતમાં ચોમાસુ માહોલ વધુ આક્રમક બન્યો છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરની આગાહી મુજબ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

એકસાથે 'ઓરેન્જ' અને 'યલો' એલર્ટ જાહેર કરાયું

રાજ્યમાં એકસાથે 'ઓરેન્જ' અને 'યલો' એલર્ટ જાહેર કરાયું હોવાના કારણે તંત્ર દ્વારા તમામ જિલ્લા કલેક્ટરો અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ

હવામાન વિભાગની વિગતો અનુસાર, દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જેવા દરિયાકાંઠાના પટ્ટામાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. આ ઉપરાંત પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આ વિસ્તારોમાં મુસળધાર વરસાદથી નદી-નાળા છલકાવાની અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા સેવાઈ રહી છે.

'યલો એલર્ટ' આપવામાં આવ્યું

બીજી તરફ, કચ્છ, સમગ્ર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓ માટે 'યલો એલર્ટ' આપવામાં આવ્યું છે, જ્યાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધુ રહેવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી દિવસો દરમિયાન દરિયો ન ખેડવા માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે. 


આ પણ વાંચો   :     Sandesh Digital Explainer : ઊંઝાના જીરા અને વરિયાળીને મળ્યો GI ટેગ, ગુજરાતના કેટલા ઉત્પાદનોને મળ્યો GI ટેગ? વાંચો રસપ્રદ માહિતી