અમદાવાદમાં વરસેલા વરસાદે શહેરીજનોની સમસ્યા વધારી છે. અહીં ઠેર-ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને સમસ્યા થઇ છે. રસ્તાઓ પરના ખાડાઓના કારણે વાહનો ફસાઇ રહ્યા છે. તંત્રને આ બાબતે જાણ કરાતા તેઓ આંખ આડા કાન કરી રહ્યા છે. પ્રિ-મોન્સૂનની કામગીરીમાં તંત્રની પોલ ખુલી છે. અને સ્થાનિકો મનપા સામે રોષ ઠાલવી રહ્યા છે. સોસાયટીમાં પાણી ભરાતા રહીશોને તેમના ઘર સુધી પહોંચવામાં મુશ્કેલી ઉભી થઇ રહી છે.

AMCના ખોદેલા ખાડાઓથી લોકોને જોખમ

અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હાટકેશ્વર વિસ્તારમાં રસ્તાઓ પરના ખાડાઓથી રાહદારીઓ પરેશાન છે. AMCએ ખોદેલા ખાડાઓથી લોકોને જોખમ ઉભુ થયુ છે. રસ્તાઓ ખોદી નાખતા લોકોને હાલાકી પડી રહી છે. અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પોતાની સોસાયટીમાં પણ જવામાં હાલાકી ઉભી થઇ રહી છે. રસ્તા પર પુરાણ ન થતા સ્થાનિકોના વાહન તેમાં ફસાઇ રહ્યા છે. બીજી તરફ વરસાદી પાણી ભરાતા ગટરો ઉભરાવવાની સમસ્યા પણ પેદા થઇ છે.

રસ્તાઓ ખોદી નાખતા લોકોને હાલાકી

અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં AMCએ ખોદેલા ખાડાથી રાહદારીઓ અને સ્થાનિકોનું જોખમ વધ્યું છે. આર્યવ્રત સોસાયટી, મોહનકુંજ સોસાયટી, ઉમિયાદેવી સોસાયટી, નવદુર્ગા સોસાયટીમાં જવાનો રસ્તો બંધ થઇ ગયો છે. ગટર લાઇન નાખ્યા બાદ પુરાણ ન કરતા હાટકેશ્વર વિસ્તારની હાલત બિસ્માર થઇ છે. રસ્તા પર પુરાણ ન કરતા એમ્બ્યુલન્સ પણ નથી આવી શકતી.
  • Follow us on: