અમદાવાદ શહેરમાં ચોમાસાની આસપાસ અને મૌસમી ફેરફાર વચ્ચે મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. અમદાવાદ શહેરમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે આરોગ્ય વિભાગ ચિંતિત બન્યું છે. સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરભરમાં સઘન ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

AMC દ્વારા કોમર્શિયલ અને રહેણાંક વિસ્તારોમાં સઘન ચેકિંગ

અમદાવાદ શહેરમાં મચ્છરોના ઉપદ્રવને ડામવા માટે AMCની આરોગ્ય ટીમ દ્વારા વિવિધ કોમર્શિયલ સંકુલો અને રહેણાંક વિસ્તારોમાં ચકાસણી હાથ ધરવામાં આવી છે. કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને બાંધકામ સાઇટ્સ પર બિનઉપયોગી પાણી ભરાઈ ન રહે અને મચ્છરોનું બ્રીડિંગ ન થાય તે માટે નાગરિકો અને સંચાલકોને વિશેષ તકેદારી રાખવાની કડક સૂચના આપવામાં આવી છે.

Ahmedabad News: Vector-Borne Diseases Rise: AMC Fines CEPT & Gandhi Ashram

સેપ્ટ યુનિવર્સિટી અને ગાંધી આશ્રમ રિ-ડેવલોપમેન્ટ કોન્ટ્રાક્ટર દંડાયા

તપાસ દરમિયાન મચ્છરના બ્રીડિંગ એટલે લારવા મળી આવતા કસૂરવારો સામે દંડનીત્મક કાર્યવાહી કરવામાં આવી છે. મચ્છરોના ઉત્પત્તિ સ્થાન મળવા બદલ સેપ્ટ યુનિવર્સિટીને રૂપિયા 25,000 અને ગાંધી આશ્રમ રિ-ડેવલોપમેન્ટ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરને રૂપિયા 5,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. તંત્રની આ લાલ આંખથી બિલ્ડરો અને સંસ્થાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

Ahmedabad News: Vector-Borne Diseases Rise: AMC Fines CEPT & Gandhi Ashram

ડેન્ગ્યુ અને મેલેરિયાના આંકડા ચિંતાજનક સ્તરે

આરોગ્ય વિભાગના આંકડા મુજબ શહેરમાં રોગચાળાની સ્થિતિ ગંભીર બની રહી છે:

  • ડેન્ગ્યુના કુલ 496 કેસ નોંધાયા છે
  • સાદા મેલેરિયાના 70 કેસ નોંધાયા છે
  • ઝેરી મેલેરિયાના 22 કેસ નોંધાયા છે

AMCના આરોગ્ય અધિકારી ડૉ. ભાવિન સોલંકીના જણાવ્યા અનુસાર, રોગચાળો અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની સઘન કાર્યવાહી શરૂ રાખવામાં આવશે. આ સાથે લોકોને પૂરા કપડા પહેરવા તેમજ મચ્છરદાનીના ઉપયોગ કરવાની અપીલ કરી છે.


આ પણ વાંચો: Ahmedabad: કોલસા માફિયાઓ સામે CISFની કરાર્યવાહી; CCLના મગધ વિસ્તારમાંથી 200 ટનથી વધુ ચોરીનો કોલસો જપ્ત