અમદાવાદમાં વરસાદના વિરામ અને વાદળછાયાં વાતાવરણના કારણે ડેન્ગ્યુના રોજના બે કેસ નોંધાઈ રહ્યા છે.જુલાઈ મહિનામાં શહેરમાં ડેન્ગ્યુના 60, મેલેરિયાના 38,ઝેરી મેલેરિયાના 4 અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે.મચ્છરજન્ય રોગના કેસની સાથે પાણીજન્ય એવા ઝાડા-ઊલટીના 422, ટાઈફોઈડના 267, કમળાના 88 કેસ નોંધાયા છે.શહેરના 7 ઝોનમાં મચ્છર અને તેનું બિડિંગ શોધવા 20.20 લાખથી વધુ રહેઠાણોમાં જુલાઈ મહિનામાં 33742 મકાનોમાં મચ્છર અને તેનું બ્રિડિંગ મળી આવ્યું હતું.આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરમાં આપવામાં આવતા પાણીના 47 સેમ્પલ જુલાઈ મહિનામાં પીવાલાયક નહોતા.34 પાણીના સેમ્પલમાં ક્લોરિન નહોતું.

મચ્છરોના ઉપદ્રવમાં વધારો જોવા મળ્યો 

આ વર્ષે વિલંબથી શરૂ થયેલી ચોમાસાની ઋતુ દરમિયાન જુલાઈ મહિનાના અંતિમ પખવાડિયામાં શહેરમાં ભારે વરસાદ વરસ્યો હતો.આ કારણથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં મચ્છરોના ઉપદ્રવમાં વધારો જોવા મળ્યો હતો.કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા શહેરમાં પાણીજન્ય રોગચાળો વકરે નહીં એ માટે જુલાઈ મહિનામાં બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે 8.575 પાણીના સેમ્પલ લેબોરેટરી તપાસ માટે લીધા હતા.જે પૈકી પાણીના 47 સેમ્પલ અનફ્ટિ જાહેર કરવામાં આવ્યા છે. રેસિડેન્શિયલ ક્લોરિનની તપાસ માટે એક મહિનામાં 59591 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.જે પૈકી પાણીના 34 સેમ્પલમાં ક્લોરિન જોવા મળ્યું નહોતું.

મચ્છરોનો ઉપદ્રવ કઈ રીતે નક્કી કરાય છે?

મચ્છરોનો ઉપદ્રવ ક્યાં-કેટલો છે તે નક્કી કરવા હાઉસ ઇન્ડેક્સ, ઉપરાંત એડીસ મચ્છરને ટ્રેસ કરવા બ્રેટો ઇન્ડેક્સ અને કન્ટેનર ઇન્ડેક્સ એમ ત્રણ પ્રકારે તપાસ કરવામાં આવે છે. આ ત્રણ ઇન્ડેક્સ પાંચથી ઓછા જોવા મળે તો મચ્છરોના ઉપદ્રવની સ્થિતિ સામાન્ય છે એમ ગણવામાં આવે છે.100 ઘર દીઠ મળતા મચ્છરના લાર્વા ઉપરથી તેના ઉપદ્રવની માત્રા નક્કી થતી હોય છે. મચ્છરોનો ઉપદ્રવ ક્યાં અને કેટલો છે તે તપાસવા હાઉસ અને કન્ટેનર ઇન્ડેક્સ જોવામાં આવે છે.

આ પણ વાંચોઃ Gujarat Latest News Live: રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે સાર્વત્રિક વરસાદની આગાહી