અમદાવાદના શ્રીધર સ્પર્શ સોસાયટીમાં ભજન કરી રહેલી મહિલાઓ પર થયેલા હુમલાના કેસમાં નવો વળાંક આવ્યો છે. આ મામલે પોલીસે પકડેલા ચાર આરોપીઓ પૈકી એક મહિલાને કોર્ટે જામીન આપ્યા છે, જયારે અન્ય ત્રણને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે.
શ્રીધર સ્પર્શ સોસાયટીમાં થઇ હતી મારામારી
મળતી જાણકારી અનુસાર, અમદાવાદની શ્રીધર સ્પર્શ સોસાયટીમાં કેટલીક મહિલાઓ ભજન કરી રહી હતી ત્યારે તેમના પર અમુક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે ભારે હોબાળો મચ્યો હતો અને પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.
કોર્ટે એક મહિલા આરોપીને પર મુક્ત કર્યા
આ ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે એક મહિલા આરોપીને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. જયારે અન્ય ત્રણ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો નિર્દેશ આપ્યો હતો. આ કેસની વધુ તપાસ ચાલી રહી છે. મહિલાઓ પર હુમલાની આ ઘટનાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા જગાવી છે.









