મેગાસિટી અમદાવાદ શહેરમાં બદલાયેલી લાઈફસ્ટાઈલના કારણે રાત્રિ ખાણીપીણી બજારોનો સ્વાદનો ચટકો લેવાનું ચલણ સતત વધી રહ્યું છે. એક સમયે મોડી રાત સુધી ધમધમતા નરોડાથી લઈ નિકોલ સુધી થઈ ગયો છે. ખાસ પણ હવે ખાઉધરા ગલીનો વિસ્તાર વધીને એસ.જી. હાઈવેથી લઈને સિંધુ ભવન અને નરોડાથી લઈ નિકોલ સુધી થઈ ગયો છે. ખાસ પ્રહલાદનગર જેવા વિસ્તારોમાં રાત્રે ૨ વાગ્યા સુધી જે ફૂડ કલ્ચર વિકસ્યું છે તેમાં પણ સ્વાદના રસિકો સાથે જોખમી રમત રમાઈ રહી છે. રાત્રિ બજારોમાં પીરસાતી વાનગીઓ સ્વાદિષ્ટ હોઈ શકે છે, પરંતુ તે કેટલી 'સુરક્ષિત' છે તે પ્રશ્ન હવે તમને સમજાઈ જશે.


સ્માર્ટ સિટીમાં પબ્લિક હેલ્થ સાથે ક્રૂર મજાક

'સંદેશ' દ્વારા કરાયેલા ખાસ ઇન્વેસ્ટિગેશનમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે કરોડોના બજેટ છતાં માત્ર સ્ટાફની અછતને કારણે એએમસી તંત્ર રાત્રિ બજારો પર લગામ કરવામાં નિષ્ફળ રહ્યું છે. 48 વોર્ડ અને અંદાજિત એક કરોડની વસ્તી સામે માત્ર 14 ફૂડ ઇન્સ્પેક્ટરો! તંત્રના પાંગળા આયોજનમાં જનતાનું સ્વાસ્થ્ય રીતસરનું હોમાઈ ગયું છે. મેગાસિટી અમદાવાદમાં રાત્રિ દરમિયાન ધમધમતી ખાણીપીણીની બજારોમાં ગુણવત્તા જાળવવી એ જાહેર આરોગ્ય માટે અત્યંત મહત્ત્વનો વિષય છે.

કેન્સર અને હૃદયરોગ આપતો ખોરાક

AMCની ટીમ જ્યારે રાત્રે 12 થી 3 દરમિયાન દરોડા પાડે છે, ત્યારે માલિકો હાજર હોતા નથી અને સ્ટાફ પાસે કોઈ ટ્રેનિંગ હોતી નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે 14 ફૂડ ઇન્સ્પેક્ટરો છે, જે નાઈટ ડ્રાઈવમાં મોટો પડકાર છે. તો રાત્રિ બજારમાં ખાણીપીણીના સેમ્પલ લેવા કઈ રીતે જઈ શક્યા હશે. હવે નાઈટ ડ્રાઈવના આયોજનની વાત કરીએ તો ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરો આખી રાત ફરવાને બદલે માત્ર એવા વિસ્તારોમાં જાય છે જ્યાં ફૂડ કોર્ટ અને મોડી રાતની ભીડ વધુ હોય (જેમ કે માણેકચોક, હેપી સ્ટ્રીટ, કે સિંધુ ભવન). સૌથી નવાઈની વાત તો એ છે કે ગણ્યા ગાંઠ્યા જે 14 રહ્યા છે તે દિવસે પણ ફરજ બજાવે છે અને રાત્રે પણ ડ્રાઈવમાં જાય છે, જેનાથી તપાસની ગુણવત્તા પર મોટી અસર પડે છે. રાત્રિ બજારોમાં ભજીયા, ચાઈનીઝ અને ફ્રાઈડ આઈટમ્સ બનાવતા વેપારીઓ તેલ કાળું પડી જાય ત્યાં સુધી તેને ઉકાળે છે. AMC એ તાજેતરમાં હેલ્થ સ્ક્વોડને 'ડિજિટલ TPC મીટર' આપ્યા છે, ચેકિંગ દરમિયાન 70% થી વધુ લારીઓ પર તેલનો TPC રેટ 28% થી 35% ની વચ્ચે જોવા મળ્યો હતો, જે કેન્સર જેવા ગંભીર રોગોને નિમંત્રણ આપે છે. હાલમાં એએમસી લેબોરેટરીમાં સ્ટાફની અછતને કારણે રાત્રે લેવાયેલા સેમ્પલનો ફાઈનલ રિપોર્ટ આવતા 14 થી 21 દિવસ લાગે છે, ત્યાં સુધી ગ્રાહકો જે તે અખાદ્ય ખોરાક ખાતા રહે છે. આનો અર્થ એ થયો કે એક ફૂડ ઇન્સ્પેક્ટરના માથે 2.5 થી 3 વોર્ડની જવાબદારી છે.

ફૂડ ક્વોલિટીમાં જોવા મળેલી મુખ્ય ગેરરીતિઓ

  • સિન્થેટિક કલર અને ગ્રેવી: સિન્થેટિક કલર, પનીર અને ગ્રેવીમાં બિનજરૂરી કલરનો વપરાશ.
  • નકલી પનીર (એનાલોગ પનીર): અસલી પનીરના નામે વેચાતું 'વેજીટેબલ ફેટ' યુક્ત નકલી પનીર.
  • વાસી ખોરાક: ફ્રીઝમાં રાખેલી જૂની ગ્રેવી અને અખાદ્ય શાકભાજીનો ઉપયોગ.
  • બટરના નામે દગો: બટરના નામે ટેબલ માર્ગેરીન અને વેજીટેબલ ફેટ વાળું નકલી બટર.
  • કૃત્રિમ રંગો અને કેમિકલ્સ: લાલ-લીલી ચટણીમાં કૃત્રિમ રંગો અને એસિડિટી રેગ્યુલેટરની વધુ પડતી માત્રા.
  • તેલનો પુનઃ વપરાશ: રિ-યુઝ તેલનો ધૂમ ઉપયોગ (તેલ કાળું થાય ત્યાં સુધી ઉકાળવું).
  • અસ્વચ્છતા: સ્ટાફની અસ્વચ્છતા અને અનહાઇજીનિક કિચન.
  • આઈસ્ક્રીમમાં ભેળસેલ: આઈસ્ક્રીમમાં ડેરીફેટના બદલે વેજીટેબલ ફેટનો ઉપયોગ.
  • કેન્સરકારક રંગો: મન્ચુરિયન, ચાઈનીઝ અને તંદૂરી આઈટમ્સમાં કેન્સરકારક રંગોનો ઉપયોગ.

રાત્રિ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો

  • સૌથી વધુ 'નકલી પનીર', 'બટર' અને 'એક્સપાયર્ડ સોસ'નો બેફામ ઉપયોગ થતો હોવાનું ખૂલ્યું.
  • હાલમાં માત્ર 14 ફૂડ સેફ્ટી ઓફિસરો કાર્યરત છે. અંદાજે 5 લાખ અમદાવાદીઓ વચ્ચે માત્ર 1 ફૂડ ઇન્સ્પેક્ટર.
  • બટરના નામે વેજીટેબલ ફેટ અને લાલ-લીલી ચટણીમાં કૃત્રિમ રંગો તેમજ હલકી ખાદ્ય સામગ્રીની ભેળસેળ.

શરીર માટે કઈ ખાણીપીણી જોખમી?

  • એએમસીની ફૂડ વિભાગની ટીમે ખાણીપીણી બજારમાં કરેલા ટેસ્ટિંગમાં અનેક ખામીઓ જોવા મળી છે. ખાસ કરીને રાત્રે વેચાતા મન્ચુરિયન, ચાઈનીઝ અને તંદૂરી આઈટમ્સમાં કેન્સરકારક રંગો જોવા મળ્યા છે.
  • હાઈ-લિપિડ તેલ: તેલને વારંવાર ગરમ કરવાથી તેમાં 'એક્રીલામાઈડ' પેદા થાય છે, જે હૃદયરોગ અને પાચનતંત્રની બીમારીઓ માટે જવાબદાર છે.
  • કોલિફોર્મ બેક્ટેરિયા: રાત્રિના સમયે વપરાતા પીવાના પાણી અને ચટણીમાં ગટરના પાણી જેવી અશુદ્ધિઓ (બેક્ટેરિયા) પોઝિટિવ મળી આવી છે, જે ટાઈફોઈડ અને કોલેરાનું કારણ બને છે.
  • નકલી માવો/ઘી: મીઠાઈ અને માવા-પાકોમાં યુરિયા અથવા ડિટરજન્ટના અંશ (ખૂબ જ ઓછા કિસ્સામાં પણ ગંભીર) જોવા મળ્યા છે.


આ પણ વાંચો: Gandhinagar: કૃષિ રાજ્ય મંત્રી રમેશ કટારાના શિક્ષકો પરના આક્ષેપોથી શિક્ષણ જગતમાં ભભૂક્યો આક્રોશ

  • Follow us on: