રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં 185.12 કરોડના ખર્ચે પંચવટી તથા પાંજરાપોળ જંકશન ઉપર ફ્લાયઓવર બ્રિજ બનાવવા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી.જે રકમમાંથી હાલ આ બે જંકશન ઉપર ફ્લાયઓવર બ્રિજની કામગીરી ચાલી રહી છે.પાંજરાપોળ ફ્લાયઓવર બ્રિજની કામગીરી 31 જાન્યુઆરી, 2027 અને પંચવટી ફ્લાયઓવર બ્રિજની કામગીરી 23 માર્ચ 2028ના રોજ પૂરી કરવાની ડેડલાઇન નક્કી કરવામાં આવી છે.આ બંને ફ્લાયઓવર બ્રિજ બન્યા પછી પણ આ બ્રિજ સાથે સંકળાયેલા અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફ્કિ જામની સમસ્યા યથાવત રહેવાની ભીતિ છે.
રાહત મળશે તેવા કોઈ સંકેત હાલમાં જોવા મળતા નથી
શહેરમાં ખાસ કરીને નહેરુનગર સર્કલ અને પાંજરાપોળ જંકશન સહિતના વિસ્તારોમાં ટ્રાફ્કિ જામની અસર વધુ જોવા મળશે.લૉ-ગાર્ડનથી સી.એન. વિદ્યાલય અને પોલિટેકનિકથી આઈ.આઈ.એમ.રોડ ઉપર હાલમાં પંચવટી અને પાંજરાપોળ ફ્લાયઓવર બ્રિજની ચાલી રહેલી કામગીરીના કારણે પીક અવર્સ અને પીક અવર્સ સિવાયના સમયમાં પણ ટ્રાફ્કિ જામની સમસ્યા જોવા મળી રહી છે.આ બંને ફ્લાયઓવર બ્રિજની કામગીરી પૂરી થયા પછી પણ ટ્રાફ્કિ સમસ્યામાંથી શહેરીજનોને રાહત મળશે તેવા કોઈ સંકેત હાલમાં જોવા મળતા નથી.
