અમદાવાદ મહાનગર પાલિકા શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી કરી રહી છે. તેમાં મહાનગરપાલિકા થોડા સમય પહેલા બાપુનગરમાં દબાણો દૂર કરવાની કામગીરી કરી હતી. મનપાએ અકબર નગર છાપરામાં ડિમોલિશન કર્યું હતું. અમદાવાદ મહાનગર પાલિકાએ પ્રોટેક્શન વોલ કે અન્ય સુવિધા ઉભી કરી નહીં. તેવામાં આ જગ્યાએ જૂના રહેવાસીઓ ફરી ઘૂસી આવ્યા હતા અને ત્યા વસવાટ કરવા લાગ્યા હતા. મનપા ના દબાણ વિભાગ અને પોલીસે તમામ દબાણકર્તાને ફરી હટાવી જગ્યા ખાલી કરાવી હતી.
મનપાએ કરેલા ડિમોલિશન પર લોકોએ ફરી દબાણ કર્યું
શહેરમાં સરકારી જમીન પર ગેરકાયદે વસવાટ કરી રહેલા લોકોને મનપા દ્વારા હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આમદાવાદના બાપુનગરમાં મનપાએ ડિમોલિશન કરી સરકારી જમીન ખાલી કરાવી હતી. જમીન ખુલ્લી કરાવ્યા બાદ મહાનગર પાલિકાએ આ જગ્યાને પ્રોટેક્શન વોલ કે અન્ય કોઈ રીતે જગ્યાને સુરક્ષિત કરવામાં આવી નહીં હોવાથી તે જગ્યા પર જૂના રહેવાસી ઓ દ્વારા ફરી દબાણ કરવામાં આવતા પાલિકા દ્વારા ફરી તે લોકોને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.
પાલિકાએ પોલીસની મદદથી દબાણ હટાવ્યું
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ખુલ્લી કરવામાં આવેલી જગ્યા પર મોડી રાતે જૂના રહેવાસીઓ દ્વારા ફરી દબાણ કરવામાં આવ્યું હતું. મનાપા દ્વારા ફરી આ લોકોને હટાવવાની કામગીરી કરી હતી. મનપાએ પોલીસની મદદ લઈને ફરીવાર દબાણકર્તાઓને હટાવ્યા હતા. અગાઉ પણ મનપા દ્વારા આ જગ્યાએ ડિમોલેશન કરવામાં આવ્યું હતું.









