અમદાવાદના મેઘાણીનગરમાં ગુજસેલ એરપોર્ટ પર IGP કમ્પાઉન્ડમાં વિમાન ક્રેશ થયું છે. વિમાન ક્રેશ થતાં જ ફાયર બ્રિગેડની 3 ગાડીઓ રવાના થઈ ગઈ છે. દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યાં છે. મેઘાણીનગરમાં ઘોડા કેમ્પ પાસે વિમાન ક્રેશ થયું હતું. આગ લાગતાં જ નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનામાં મુસાફરો ઈજાગ્રસ્ત હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે. હાલ સુધી જાન હાનીના કોઈ અહેવાલ મળ્યા નથી. આ પ્લેનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હોવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. 


[[$googlead]]

બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દેવાઈ

[[$alsoread]]

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના મેઘાણીનગરમાં IGP કમ્પાઉન્ડમાં વિમાન ક્રેશ થવાની ઘટના સામે આવી છે. એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. પેસેન્જર પ્લેન ક્રેશ થયું હોવાની આશંકા છે. બે કિ.મી સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યાં છે. બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દેવાઈ છે.આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.લંડન જતી ફ્લાઈટના ટેક ઓફ દરમિયાન આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.

ટેક ઓફ થયાની ગણતરીની મીનિટોમાં જ વિમાન ક્રેશ થયું 

સુત્રોના જણાવ્યા પ્રમાણે ટેક ઓફ થયાની ગણતરીની મીનિટોમાં જ વિમાન ક્રેશ થયું હતું. ઘટના સ્થળની આસપાસના રસ્તા બંધ કરી દેવાયા છે. વિમાનમાં 242 મુસાફરો હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટના બાદ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે.  1 વાગ્યે અને 10 મિનિટે ક્રેશ થયાની 10 જ મિનિટમાં વિમાન ક્રેશ થયું હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દોડધામ મચી જવા પામી છે.

બીએસએફ પણ રેસ્ક્યૂ માટે રવાના થઈ ગઈ 

અમદાવાદમાં પ્લેન ક્રેશ થયાની ઘટનાની મુખ્યમંત્રીને જાણ કરી દેવામાં આવી છે. ઘટના સ્થળે બચાવ કામગીરી માટે એમ્બ્યુલન્સ પહોંચી ગઈ છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાઈ છે. ઘટના સ્થળે ચારે બાજુ વિમાનનો કાટમાળ જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં બીએસએફ પણ રેસ્ક્યૂ માટે રવાના થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી સાથે વાત કરી ઘટનાની માહિતી મેળવી છે. 




  • Follow us on: