આજની નવી પેઢી એટલે કે 'Gen-Z' ના યુવાનોમાં PM નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અભૂતપૂર્વ રીતે વધતી જોવા મળી રહી છે. દેશના ભવિષ્ય સમાન યુવાનો PM મોદીને એક દૂરદર્શી નેતા માનતા હોવાની અને તેઓ હંમેશાં દેશના યુવાનો માટે વિચારતા હોવાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. યુવાનો સાથે યોજાયેલા સંવાદ દરમિયાન ભારતને વૈશ્વિક સ્તરે વધુ આગળ લઈ જવા અંગે અને દેશના વિકાસના રોડમેપ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

કોરોના મહામારીથી લઈને ચંદ્રયાન મિશનની સફળતાની ચર્ચા

આ મહત્વપૂર્ણ ચર્ચા દરમિયાન ભારતે તાજેતરના વર્ષોમાં કરેલી અભૂતપૂર્વ પ્રગતિને રેખાંકિત કરવામાં આવી હતી. કોરોના મહામારી જેવી વૈશ્વિક આપત્તિ સમયે દેશની મજબૂત લડત અને રસીકરણ અભિયાનથી લઈને ચંદ્રયાન મિશનની ઐતિહાસિક સફળતા સુધીની બાબતો પર વિસ્તૃત મંથન થયું હતું. યુવાનોએ સ્વીકાર્યું હતું કે દેશ ક્ષેત્રે મેળવેલી આ સિદ્ધિઓએ વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો છે અને યુવા પેઢીમાં નવો આત્મવિશ્વાસ જગાડ્યો છે.

Gen-Z ની માંગો અને દેશના વિકાસ માટે અનોખા સૂચનો

સંવાદ દરમિયાન Gen-Z યુવાનોએ PM મોદી સમક્ષ દેશના ભવિષ્યને લગતી પોતાની વિવિધ માંગો અને અનોખા સૂચનો રજૂ કર્યા હતા. શિક્ષણ, ઈનોવેશન, ડિજિટલ ટેકનોલોજી અને નવી રોજગારીની તકો ઉભી કરવા અંગે યુવાનોએ PM સાથે પોતાના વિચારો શેર કર્યા હતા. PM મોદીએ પણ યુવાનોના આઈડિયા આવકારીને દેશના આત્મનિર્ભર ભારત અભિયાનમાં યુવા શક્તિની ભાગીદારી સૌથી મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો : Ambaji ભાદરવી પૂનમ મેળા માટે GSRTCનું મેગા આયોજન, 15 લાખથી વધુ માઈભક્તો માટે દોડશે વિશેષ એસટી બસો!