દર વર્ષે 21 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવતો પોલીસ સંભારણા દિવસ દેશની આંતરિક સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાની જાળવણી તથા નાગરિકોની જાનમાલની રક્ષા માટે ફરજ બજાવતાં શહીદ પોલીસકર્મીઓના શૌર્ય, કર્તવ્યનિષ્ઠા અને સર્વોચ્ચ બલિદાનને સ્મરણ કરવાનો પવિત્ર અવસર છે.આ દિવસને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સંદેશો આપ્યો હતો. આ પવિત્ર દિવસે, આપણે આપણા એ બહાદુર પોલીસકર્મીઓના સર્વોચ્ચ બલિદાનને યાદ કરીએ છીએ અને સન્માન કરીએ છીએ જેમણે ફરજ દરમિયાન પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા હતાં. જાણો કયા અધિકારીએ શું સંદેશો આપ્યો.

સાહસ અને સમર્પણ સાથે ફરજનો સંકલ્પ કરીએઃ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત

અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સંદેશો આપ્યો હતો કે, દર વર્ષે 21 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવતો પોલીસ સંભારણા દિવસ દેશની આંતરિક સુરક્ષા,કાયદો અને વ્યવસ્થાની જાળવણી તથા નાગરિકોની જાનમાલની રક્ષા માટે ફરજ બજાવતાં શહીદ પોલીસકર્મીઓના શૌર્ય, કર્તવ્યનિષ્ઠા અને સર્વોચ્ચ બલિદાનને સ્મરણ કરવાનો પવિત્ર અવસર છે.21 ઓક્ટોબર 1959ના રોજ લદ્દાખના હોટ સ્પ્રિંગ્સ ખાતે ચીની સેનાના હુમલામાં CRPFના 10 બહાદુર જવાનોએ દેશની રક્ષા કાજે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું.તેમના અદમ્ય સાહસ અને દેશભક્તિની સ્મૃતિમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.દેશની સુરક્ષા અને નાગરિકોની સલામતી માટે પોતાના જીવનનું સર્વોચ્ચ બલિદાન આપનાર તમામ પોલીસ શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી શત્-શત્ નમન કરું છું. તેમનું બલિદાન આપણને હંમેશાં કર્તવ્યનિષ્ઠા,નિર્ભયતા અને નિઃસ્વાર્થ સેવાભાવની પ્રેરણા આપતું રહેશે.આ પવિત્ર અવસરે શહીદોના બલિદાનમાંથી પ્રેરણા લઈ, નાગરિકોની સેવા, સુરક્ષા અને શાંતિ જાળવવા માટે સંપૂર્ણ નિષ્ઠા, સાહસ અને સમર્પણ સાથે ફરજ બજાવવાનો સંકલ્પ કરીએ.

શરદ સિંઘલ

દરેક નાગરિકની સલામતી માટે પોલીસ તંત્ર કાર્યરતઃ શરદ સિંઘલ JCP ક્રાઇમ બ્રાન્ચ 

અમદાવાદ શહેર સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ શરદ સિંઘલે સંદેશો વ્યક્ત કરતાં કહ્યું હતું કે, 21 ઑક્ટોબરનો દિવસ દેશની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાની જાળવણી તથા નાગરિકોની રક્ષા માટે ફરજ બજાવતાં પોતાના પ્રાણોનું સર્વોચ્ચ બલિદાન આપનાર વીર પોલીસ શહીદોને સ્મરણ કરવાનો પવિત્ર અવસર છે. દેશ અને સમાજની સુરક્ષા માટે શહીદ થયેલા તમામ વીર જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી શત્-શત્ નમન કરું છું.અમદાવાદ શહેર પોલીસ નાગરિકોની સુરક્ષા, સેવા અને શાંતિ જાળવવા માટે સતત પ્રતિબદ્ધ છે. ગુનાઓના નિયંત્રણ, અસામાજિક પ્રવૃત્તિઓ સામે અસરકારક કાર્યવાહી તથા મહિલાઓ,બાળકો, વરિષ્ઠ નાગરિકો સહિત દરેક નાગરિકની સલામતી સુનિશ્ચિત કરવા પોલીસ તંત્ર નિષ્ઠાપૂર્વક કાર્યરત છે. દરેક નાગરિક સુરક્ષિત અનુભવે અને જરૂરિયાતના સમયે પોલીસની મદદ મેળવી શકે તે અમારો સતત પ્રયાસ છે.સુરક્ષિત અને શાંતિપૂર્ણ સમાજના નિર્માણમાં પોલીસ અને પ્રજા વચ્ચેનો વિશ્વાસ તથા પરસ્પર સહયોગ અત્યંત મહત્ત્વપૂર્ણ છે.નાગરિકોનો સહકાર પોલીસની સૌથી મોટી તાકાત છે.કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય કે કોઈ મુશ્કેલી ઊભી થાય ત્યારે પોલીસને જાણ કરી, કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહભાગી બનીને નાગરિકો પણ સુરક્ષિત સમાજના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.આ પોલીસ સંભારણા દિવસ નિમિત્તે શહીદ જવાનોના શૌર્ય, કર્તવ્યનિષ્ઠા અને બલિદાનમાંથી પ્રેરણા લઈ નાગરિકોની સેવા, સુરક્ષા અને સહાય માટે હંમેશાં તત્પર રહેવાનો સંકલ્પ કરીએ.અમદાવાદ શહેરને વધુ સુરક્ષિત, શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત બનાવવા પોલીસ અને પ્રજા સાથે મળીને આગળ વધીએ.
અશ્વિન ચોહાણ

આપણા શહેરના રસ્તાઓ સૌ માટે સુરક્ષિત બને: અશ્વિન ચૌહાણ JCP ટ્રાફિક અમદાવાદ શહેર

અમદાવાદ શહેર JCP ટ્રાફિક અશ્વિન ચૌહાણે સંદેશો આપતાં કહ્યું હતું કે, અમદાવાદ શહેરની વસ્તીની સરખામણીએ વાહનોમાં પણ વધારો થયો છે.તેના પરીણામે ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વિકટ બની રહેલ છે.અમદાવાદ શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા શહેર ટ્રાફિક પોલીસ તથા રોડ એન્જીનીયરીંગની કામગીરી સાથે સંકળાયેલ અન્ય જુદા જુદા સરકારી વિભાગોના સંકલનમાં રહીને રોડ એન્જીનીયરીંગમાં સતત સુધારા કરવામાં આવે છે. તથા એન્ફોર્સમેન્ટની કાર્યવાહી સતત કરવામાં આવે છે. મોટર વ્હીકલ એક્ટની જોગવાઇઓનું પાલન કરાવીને માર્ગ અકસ્માતની સંખ્યામાં ઉપરાંત ટ્રાફિક જામની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયેલ છે. આ ઉપરાંત આમ પ્રજાજનોમાં ટ્રાફિકની જાગૃતતા આવે તે માટે ટ્રાફિક પોલીસ વિભાગ અવાર-નવાર જાગૃતિ કાર્યક્રમો યોજે છે.શહેરમાં માર્ગ અકસ્માતમાં અમૂલ્ય જીંદગી ગુમાવાની પરિસ્થિતિનું નિર્માણ થાય છે.જેથી આવી ઘટનાઓ બનતી નિવારવા મોટર વ્હીકલ એક્ટ તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવુ જરૂરી, અનિવાર્ય અને ઉપયોગી બની ગયેલ છે. નાગરિકોની સુરક્ષા અને સલામતી એ ટ્રાફિક પોલીસની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.રસ્તાઓ પર વધતા જતા વાહનોને કારણે, ઓવરસ્પીડ તથા ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવાને કારણે માર્ગ અકસ્માતોમાં અનેક નિર્દોષ જીવો અકાળે કાળનો ભોગ બની રહ્યા છે.આવો આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ કે આપણા શહેરના રસ્તાઓ સૌ માટે સુરક્ષિત બને.ટ્રાફિક નિયમોનું પાલન કરીએ, સુરક્ષિત રહીએ અને અન્યને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે પ્રેરણા આપીએ.

નિરજ બડગુજર

પોલીસ સંભારણા દિવસનું ખૂબ મોટું મહત્વ છેઃ નિરજ બડગુજર JCP સેક્ટર 1 

અમદાવાદ શહેર JPC સેક્ટર 1 નીરજ કુમાર બડગુજરે સંદેશામાં કહ્યું હતું કે, દર વર્ષે 21મી ઓક્ટોબરે દેશભરના પોલીસ દળો પોલીસ સંભારણા દિવસ મનાવે છે.આ પવિત્ર દિવસે,આપણે આપણા એ બહાદુર પોલીસકર્મીઓના સર્વોચ્ચ બલિદાનને યાદ કરીએ છીએ અને સન્માન કરીએ છીએ જેમણે ફરજ દરમિયાન પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા.રાજ્યના પોલીસ મુખ્યાલયો પર સંભારણા પરેડનું આયોજન કરવામાં આવે છે.આજે આપણે એ તમામ પોલીસ અધિકારીઓને પણ યાદ કરીએ છીએ જેઓ ત્યારથી લઈને અત્યાર સુધી આપણી સરહદો પર, આપણા શહેરોમાં અને આપણા ગામડાઓમાં ફરજ દરમિયાન શહીદ થયા છે.જેમની મક્કમતા અને મૂંગો ત્યાગ સમગ્ર સમાજની કૃતજ્ઞતાના હકદાર છે.તેમનું બલિદાન અમર છે. આ વર્ષે અમદાવાદ સિટી પોલીસના સ્ત્રી અને પુરુષોએ આ ભાવના વારંવાર સાબિત કરી બતાવી છે.16મી જુલાઈ 2026ના રોજ 149મી જગન્નાથજી રથયાત્રા શહેરના હૃદયમાંથી પસાર થતા 16 કિલોમીટરના તેના માર્ગ પર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. 31000 થી વધુ પોલીસ અને સુરક્ષાકર્મીઓ ફરજ પર હાજર રહ્યા હતા.જેને 240થી વધુ રૂફટોપ ઓબ્ઝર્વેશન પોઈન્ટ્સ, 65 ડ્રોન અને 2800થી વધુ બોડી-વર્ન કેમેરાનું સમર્થન મળ્યું હતું અને આ બધા પર એક સંકલિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા નજર રાખવામાં આવી હતી.આ એક જ દિવસની પાછળ પોલીસ જવાનો અને અધિકારીઓની અઠવાડિયાઓની શાંત અને સખત મહેનત રહેલી છે.અમદાવાદ સિટી પોલીસ માટે જે તેના નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. પોલીસ સંભારણા દિવસનું ખૂબ મોટું મહત્વ છે. 

જયપાલસિંહ રાઠોટ

પોલીસ અને સમાજ વચ્ચે મજબૂત ભાગીદારી આવશ્યક: અધિક પોલીસ કમિશનર જયપાલ સિંહ રાઠોડ

અધિક પોલીસ કમિશનર જયપાલ સિંહ રાઠોડે સંદેશો આપ્યો હતો કે,પોલીસ સંભારણા દિવસના આ પવિત્ર અવસરે, આપણે આપણા દેશની સાર્વભૌમત્વ, અખંડિતતા અને નાગરિકોની સુરક્ષા માટે ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનાર બહાદુર શહીદોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. તેમની અજોડ બહાદુરી, અડગ પ્રતિબદ્ધતા અને ફરજ પ્રત્યેનું નિઃસ્વાર્થ સમર્પણ સમગ્ર પોલીસ જગત માટે હંમેશાં પ્રેરણાનો અખૂટ સ્ત્રોત બની રહેશે.અમદાવાદ સિટી પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા, અપરાધો અટકાવવા, નાગરિકોનું રક્ષણ કરવા અને તમામ માટે શાંતિપૂર્ણ તથા સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે તેની પ્રતિબદ્ધતામાં અડગ છે. સક્રિય પોલીસિંગ, ટેકનોલોજી આધારિત સર્વેલન્સ, વધારાયેલ પેટ્રોલિંગ અને ડાયલ 112 દ્વારા ઝડપી કટોકટી પ્રતિસાદ મારફતે, અમે કાર્યક્ષમ, પારદર્શક, જવાબદાર અને નાગરિક-કેન્દ્રીય પોલીસિંગ પ્રદાન કરવા માટે પ્રયત્નશીલ છીએ.જનતાનો વિશ્વાસ આપણી સૌથી મોટી તાકાત છે અને જનસુરક્ષા આપણી સર્વોચ્ચ જવાબદારી છે. અમારો દ્રઢ વિશ્વાસ છે કે સુરક્ષિત, વધુ સૌહાર્દપૂર્ણ અને સ્થિતિસ્થાપક સમાજનું નિર્માણ કરવા માટે પોલીસ અને સમુદાય વચ્ચે મજબૂત ભાગીદારી આવશ્યક છે.ચાલો આપણે સૌ સાથે મળીને આપણા શહીદોના બલિદાનને શાંતિ, એકતા, સુરક્ષા અને માનવસેવા માટેના કાયમી સંકલ્પમાં પરિવર્તિત કરીએ.

તરુણ કુમાર દુગ્ગલ

સુરક્ષા સુનિશ્ચિત કરવી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા: ડૉ.તરુણ કુમાર દુગ્ગલ,અધિક પોલીસ કમિશનર 

આ પવિત્ર દિવસે પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે હું આપ સૌને હાર્દિક અભિનંદન પાઠવું છું.21 ઓક્ટોબરનો દિવસ સમગ્ર દેશના પોલીસ પરિવાર માટે ખૂબ જ મોટું મહત્ત્વ ધરાવે છે.આ એ દિવસ છે જ્યારે 21 ઓક્ટોબર 1959ના રોજ લદાખમાં ફરજ દરમિયાન દેશની અખંડિતતા અને નાગરિકોની સુરક્ષાની રક્ષા કરતાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર સીઆરપીએફના 10 શૂરવીર જવાનોને યાદ કરવાનો અને તેમને માન આપવાનો દિવસ છે.ડૉ.તરુણ કુમાર દુગ્ગલ,અધિક પોલીસ કમિશનર (વહીવટ),અમદાવાદ શહેર એ સંદેશો આપ્યો હતો કે, આપણા નાગરિકોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવી એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.અમદાવાદ શહેર પોલીસ જનસુરક્ષા,પારદર્શિતા અને જાગૃત નાગરિક ભાગીદારી માટે પ્રતિબદ્ધ છે. વધેલી પેટ્રોલિંગ, ટેક્નોલોજી આધારિત સર્વેલન્સ અને ડાયલ 112 દ્વારા ઝડપી પ્રતિસાદ પ્રણાલીના માધ્યમથી અમારો હેતો અપરાધ અટકાવવાનો અને નાગરિકોને ત્વરિત સહાય પૂરી પાડવાનો છે. પોલીસ અને જનતા વચ્ચેનો સંબંધ પરસ્પર વિશ્વાસ પર બનેલો છે અને અમે જવાબદારી, કરુણા અને સેવા દ્વારા તે બંધનને વધુ ગાઢ બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છીએ. અમે સાંભળવા, જવાબ આપવા, શાંતિ જાળવવા અને રક્ષણ કરવા માટે અહીં હાજર છીએ.

ips rajan susra

પોલીસ એટલે સેવા,સુરક્ષા અને શાંતિનું પ્રતીક: રાજન સુશ્રા અધિક પોલીસ કમિશનર

અમદાવાદ શહેર અધિક પોલિસ કમિશનર વિશેષ શાખા રાજન સુશ્રાએ સંદેશ આપ્યો હતો કે,પોલીસ એટલે સેવા,સુરક્ષા અને શાંતિનું પ્રતીક.આ મંત્રને સાર્થક કરતી અમદાવાદ શહેર પોલીસ પ્રજાલક્ષી કામગીરીને પ્રાથમિકતા આપતી અમદાવાદ શહેર પોલીસ માટે પોલીસ શહીદ દિવસ ખૂબ જ ગૌરવવંતો દિવસ છે.અમદાવાદ શહેર પોલીસે 1,81,078 પાસપોર્ટની ઓનલાઇન અરજીઓ,5630 જોબ વેરિફિકેશન તેમજ 2487 ડોમિસાઇલની અરજીઓ, 753 તમામ પ્રકારના પરમીટ જેવા કે ધાર્મિક રેલી,સભાઓ વિગેરે તેમજ 127 જેટલા જાહેરનામા ઇસ્યુ કરી પ્રજાલક્ષી કામગીરી શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.સીટિઝન ફસ્ટ એપ્લિકેશનની મદદથી 4430 જેટલા સીનિયર પોલીસની ઓનલાઇન સેવાનો લાભ લઇ રહ્યા છે. અમદાવાદ શહેર પોલીસ પ્રજાની સગવડતા અને સુરક્ષા માટે સતત પ્રયત્નશીલ છે. આમ, અમદાવાદ શહેર પોલીસ સહિત સમગ્ર દેશની પોલીસ દ્વારા નિભાવવામાં આવતી કર્તવ્યનિષ્ઠા અને સત્યનિષ્ઠાને અંતઃકરણપૂર્વક બિરદાવવામાં આવે છે.