અમદાવાદની જાણીતી શૈક્ષણિક સંસ્થાઓમાં ફરી એકવાર ફી વધારાનો વિવાદ ગરમાયો છે.શહેરના પોશ વિસ્તાર ગણાતા બોડકદેવમાં આવેલી પ્રકાશ સ્કૂલ સામે ફી રેગ્યુલેશન કમિટી (FRC) દ્વારા કડક કાર્યવાહીના સંકેત આપવામાં આવ્યા છે.શાળા તંત્ર દ્વારા નિયમ કરતા વધુ ફી ઉઘરાવવામાં આવતી હોવાની વાલીઓની ઉગ્ર રજૂઆતો અને ફરિયાદો બાદ FRC એક્શન મોડમાં આવી છે અને સ્કૂલને કારણદર્શક નોટિસ ફટકારી છે.
વાલીઓના ભારે હોબાળા બાદ FRC હરકતમાં
છેલ્લા કેટલાક સમયથી પ્રકાશ સ્કૂલના વાલીઓ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો હતો કે શાળા પ્રશાસન દ્વારા મનસ્વી રીતે ફીમાં વધારો ઝીંકી દેવાયો છે.આ મામલે વાલીઓએ એકઠા થઈને વિરોધ કર્યો હતો અને FRC સમક્ષ લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી.વાલીઓની આ રજૂઆતને પગલે કમિટીએ તાત્કાલિક ધોરણે આ મામલાની ગંભીરતા સમજીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.













