રાજ્યના 11 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી છે. ગુજરાતમાં 17 જૂનથી 22 જૂન સુધી સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. પવનની ગતિ 25-35 કિમી પ્રતિ કલાકની રહેશે.
[[$googlead]]
વરસાદને લઈ ટ્રેન વ્યવહાર પર મોટી અસર પડી
ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈ ટ્રેન વ્યવહાર પર મોટી અસર પડી છે. ભાવનગર ડિવિઝનની ટ્રેન રદ્દ કરવામાં આવી છે. ભાવનગર ડિવિઝનની સણોસરા-સિહોર-પાલિતાણા સેક્શન વચ્ચે ભારે વરસાદને કારણે ટ્રેન રદ્દ કરવામાં આવી છે. ત્યારે પાલિતાણા -ભાવનગર અને ભાવનગર - પાલીતાણા ટ્રેન સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવી છે. ટ્રેન નં. 59270 ભાવનગર -પાલિતાણા પેસેન્જર ટ્રેન અને ટ્રેન નં. 59269 પાલિતાણા -ભાવનગર પેસેન્જર ટ્રેન રદ્દ કરવામાં આવી છે. આજે એક દિવસ માટે રેલવે વિભાગ દ્વારા ટ્રેન રદ્દ કરવામાં આવી છે.
ભાવનગરના મહુવામાં માલણ નદી બે કાંઠે
બીજી તરફ ભાવનગરના મહુવામાં માલણ નદી બે કાંઠે થઈ છે. માલણ નદી પરનો માલણ ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદના કારણે પાણીની આવક થઈ છે. ભાદરોડ ઝાંપા વિસ્તારમાં પાણી ભરાયા છે. નવાઝાપા, કમ્પોસ વિસ્તારમાં પાણી ભરાયા છે. ઈંટના ભઠ્ઠી વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે. લોકોના ઘરોમાં કેડસમા પાણી ભરાયા છે. ત્યારે સિહોરમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે. તાના ચોકડી વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કેટલાક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પાણી ભરાતા રસ્તાઓ પર વાહનો અટવાયા છે. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.
[[$alsoread]]