ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે અમદાવાદમાં કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ છે. દિવસ ભર ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.ગુજરાતમાં 17 જૂનથી 22 જૂન સુધી સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. પવનની ગતિ 25-35 કિમી પ્રતિ કલાકની રહેશે અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા 11 જિલ્લાઓમા રેડ એલર્ટ અપાયું છે.
લોકોને ભારે ઉકળાટથી રહાત મળી
શહેરના શાહીબાગ, મેઘાણીનગર, એરપોર્ટ રોડ અને રિવરફ્રન્ટ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. પશ્ચિમ અમદાવાદના સેટેલાઈટ, જોધપુર, પ્રહલાદનગર, વસ્ત્રાપુરમાં પણ વરસાદી માહોલમાં જોવા મળ્યો છે.
રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો
રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ સર્જશે. સત્તાવાર ચોમાસાની શરૂઆત થતાની સાથે મેઘરાજાએ જોરદાર બેટિંગ શરુ કરી છે. અને વરસાદી માહોલ પેદા કર્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અને લોકોને ગરમીથી રાહત મળી છે. ભારે ઉકળાટ વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં પલટો આવ્યો છે. વરસાદી માહોલના કારણે ખેડૂતો ખુશ છે. અને તેઓ વાવેતર માટે તૈયારીઓ શરુ કરી રહ્યા છે. ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઇ છે.









