અમદાવાદ શહેરને મેઘરાજાએ મોડી રાત્રે ઘમરોળ્યું હતુ અને તેના કારણે શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી, મોડી રાતથી વહેલી સવાર સુધી શહેરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો, શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.


[[$googlead]]

એસજી હાઈવેની સોસાયટીમાં પાણી ભરાયા

એસ.જી. હાઇવે પાછળની અમુક સોસાયટીઓમાં પાણી ભરાયા હોવાની વાત સામે આવી છે, તો પોશ વિસ્તાર ગણાતા ગોદરેજ ગાર્ડન સિટીમાં પણ પાણી ભરાતા વાહન ચાલકો માટે મુશ્કેલી સર્જાઈ છે, અમદવાદમાં વરસાદ બાદ ઠેર-ઠેર ભરાયા પાણી તો એસજી હાઇવે ખાતે ભરાયા ઘૂંટણ સમા પાણી અને ઝાયડસ ચોકડી પર ભરાયા ઘૂંટણીસમા પાણી, પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા છે. આજે રાજયના 12 જિલ્લામાં વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

[[$alsoread]]

અમદાવાદમાં વરસાદ વરસે છે અને પાણી ભરાય છે

અમદાવાદ શહેર વિસ્તારની રીતે મોટુ શહેર છે અને વિકાસ કરતુ શહેર છે, પરંતુ અમદાવાદ કોર્પોરેશનના અણઘડ વહીવટના કારણે શહેરમાં પાણી ભરાવાની સ્થિતિનું સર્જન થાય છે, શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય સામાન્ય વરસાદમાં પાણી ભરાતા હોય છે, કોર્પોરેશન જરાક શરમ કરો તમે કે લોકો પાસે ટેકના રૂપિયા વસૂલો છો પણ સામે તમે સુવિધા તો આપો, સુવિધાના નામે તો મીડું જોવા મળે છે.

જાણો વરસાદને લઈ કયાં અપાયું રેડ, યલો એન્ડ ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, દીવ, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, કચ્છમાં ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.


  • Follow us on: