અમદાવાદ શહેરમાંથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા રાજપથ રોડ પર આવેલ લોકપ્રિય 'અર્બન ચોક' ખાતે અચાનક આગ લાગવાની ઘટના બનતા ભારે હલચલ મચી ગઈ છે. આગ એટલી વિકરાળ હતી કે, જોતજોતામાં તેણે આસપાસના વિસ્તારને પોતાની ચપેટમાં લઈ લીધો હતો, જેના કારણે સ્થાનિકો અને વેપારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
ખાણીપીણીના 3થી વધુ સ્ટોર આગમાં બળીને ખાક
પ્રાપ્ત માહિતી અનુસાર, અર્બન ચોકમાં આવેલા વિવિધ ફૂડ ઝોન પૈકી ખાણીપીણીના 3 થી વધુ સ્ટોર્સ આ આગની દુર્ઘટનામાં સપડાયા છે. આગની આ લપેટમાં ખાણીપીણીના સ્ટોર્સમાં રહેલો સામાન અને ફર્નિચર વગેરે બળીને ખાક થઈ ગયા હોવાનું અનુમાન છે. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયાના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી.
