અમદાવાદની એજ્યુનોવા સ્કૂલની માન્યતા રદ કરવા ભલામણ કરવામાં આવી છે. મણિનગરમાં આવેલી સ્કૂલની માન્યતા રદ કરવા ભલામણ કરવામાં આવી છે. DEO દ્વારા કરાયેલ નિરીક્ષણમાં સ્કૂલની ગંભીર ખામીઓ સામે આવી છે. ખામીઓ સામે આવતા સ્કૂલની માન્યતા રદ કરવા ભલામણ કરી છે. મંજૂરી વગર ગેરકાયદે ક્લાસ ચલાવવામાં આવતા હતા, શિક્ષણ વિભાગ આગળની કાર્યવાહી કરશે.
મણિનગરમાં આવેલી સ્કૂલની માન્યતા રદ કરવા ભલામણ
મણિનગરની એજ્યુનોવા હાઈસ્કુલની માન્યતા રદ કરવા ભલામણ કરાઈ છે. જે અંગે DEO કચેરી દ્વારા કરવામાં આવેલ નિરીક્ષણમાં અનેક ખામીઓ સામેં આવી હતી. જે અંતર્ગત સ્કૂલની અનેક ખામીઓ સામે આવતા માન્યતા રદ્દ કરવા ભલામણ કરાઈ છે. વેકેશન દરમિયાન શાળામાં JEE અને NEET ના ક્લાસ ચલાવવા આવતા હોવાનું સામે આવ્યું હતું. શાળાની કેમેસ્ટ્રીની લેબ ભયજનક હોવાનું નિરીક્ષણમાં સામે આવ્યું હતું.
શાળાની કેમેસ્ટ્રીની લેબ ભયજનક હોવાનું નિરીક્ષણ
શાળાએ મંજૂરી વખતે દર્શાવેલ મેદાન પાછળની બદલી નાખવામાં આવ્યું હતું. હાલમાં જે મેદાન દર્શાવ્યું હતું તે શાળા સાથે સંલગ્ન ન હોવાનું સામે આવ્યું હતું. શાળા પાસે ખુલાસો માંગવા છતાં પણ શાળાએ જવાબ રજૂ ન કરતા માન્યતા રદ્દ કરવા ભલામણ કરાઈ છે, જે અંગે તપાસ બાદ સ્કૂલ સામે પગલાં લેવાઈ શકે છે.









