ગુજરાતમાં ગરમી અને ઉકળાટની વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં 3 જિલ્લામાં ભારે અને 10 જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 20 જિલ્લામાં ભારતીય હવામાન વિભાગે વરસાદની ચેતવણી જાહેર કરી છે. જેમાં ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ અને 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  


આગામી ત્રણ કલાક માટે એલર્ટ જાહેર કરાયું 

હવામાન વિભાગે રાજ્યમાં આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ભારતીય હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ જિલ્લામાં રેડ અને 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી ત્રણ કલાક માટે એલર્ટ જાહેર કરાયું છે.  

60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે

આ વિસ્તારોમાં 60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 15 મીમી સુધી વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત અમદાવાદ, અમરેલી અને આણંદમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અહીં પાંચથી 15 મીમી સુધી વરસાદ થવાની શક્યતાઓ છે. 40થી 60 કિ.મી સુધી પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે અમરેલી, ભરૂચ, ભાવનગર, છોટા ઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહીસાગર, નર્મદા, પંચમહાલ, સાબરકાંઠા, તાપી અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચોઃ Bhavnagar News: ગારીયાધાર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી


  • Follow us on: