SG હાઈવે પર ચાલી રહેલી ફ્લાઈઓવરની કામગીરીને લઈને અમદાવાદનો YMCA થી કર્ણાવતી જતો રોડ રોડ 11 ઓગસ્ટથી 6 મહિના માટે બંધ કરવામાં આવશે. વાહન ચાલકોએ YMCAથી કર્ણાવતી કલબ જવા 2 કિમી ફરવું પડશે. વાહનચાલકો માટે બે વૈકલ્પિક રોડ શરૂ કરાશે. ભગવાન સર્કલ અને ઝવેરી સર્કલ સુધીનું ડાયવર્ઝન આપવામાં આવશે.


[[$googlead]]

 YMCA થી કર્ણાવતી જતો રોડ રોડ 11 ઓગસ્ટથી 6 મહિના માટે બંધ 

[[$alsoread]]

આ સમગ્ર રસ્તાનું ટ્રાફિક મેનેજમેન્ટ કરવા માટે પોલીસના અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે કામગીરી કરવામાં આવશે. ઈસ્કોનથી સરખેજ જવાનો રોડ ચાલું રાખવામાં આવ્યો છે. સરખેજ અને સાણંદ તરફથી આવતા વાહનોને YMCA થી ડાબે વળી ભગવાન સર્કલથી ઝવેરી સર્કલ જવાનું રહશે. ત્યાંથી એસજી હાઈવે પર નીકળી શકાશે.

બે વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યા

આ રોડ બંધ કરવા બાબતે અત્યારથી વાહનચાલકોને સૂચના અપાઈ છે. પ્રહલાદનગરથી કર્ણાવતી માટે બે વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યા છે. 11 ઓગસ્ટથી 6 મહિના માટે રોડ બંધ થઈ રહ્યો છે. વાહનચાલકોએ 2 કિમિ ફરીને જવું પડશે. 


  • Follow us on: