દક્ષિણ ઝોનના મણિનગર અને દાણીલીમડા વોર્ડમાં પેવર બ્લોક લગાવવા માટેની કામગીરી થશે, સાથે જ ફૂટપાથ બનાવવા માટેની કામગીરી કરવા માટેના ટેન્ડર મગાવાયા છે. સ્થાનિકોમાં વરસાદ પહેલાં કામગીરી ન કરીને હવે કામગીરી કરવામાં આવતી હોવાથી રોષ જોવા મળ્યો છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મણિનગરના મિલતનગર, ભેરવનાથ સાથે અલગ અલગ વિસ્તારોમાં પેવર બ્લોક અને ફૂટપાથ પર કેબલ નાખીને પાઈપ નાખવા માટે રૂ.45 લાખના ટેન્ડર આ સાથે જ રૂ.95 લાખના ખર્ચે રિપેરિંગથી લઈ પથ્થર લગાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે.

Sabarkantha : પોશીના-દેલવાડા રોડ પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા, ઉપરવાસના ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા









