અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને સગીરાની સુરક્ષા પર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. સાબરમતી વિસ્તારમાં રહેતી એક 13 વર્ષીય માસૂમ સગીરા પોતાના ઘરમાં માતા સાથે સુઈ રહી હતી. તે સમયે એક અજાણ્યો યુવક ઘરમાં ઘૂસી આવ્યો હતો અને નિંદ્રાધીન સગીરા સાથે શારીરિક અડપલાં અને છેડતી કરવાનું શરૂ કર્યું હતું.
સગીરાએ બૂમાબૂમ કરતાં આરોપી ફરાર
આ શરમજનક હરકતથી સગીરા અચાનક જાગી ગઈ હતી અને ગભરાઈને તેણે જોરજોરથી બૂમાબૂમ કરી મૂકી હતી. સગીરાના અવાજથી પરિવારજનો જાગી જતાં અને આસપાસના લોકો ભેગા થઈ જવાની બીકે આરોપી તુરંત જ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ઘટના બાદ સોસાયટીમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ તપાસવામાં આવતાં છેડતી કરનાર આરોપી નાગેશ ડાભી હોવાની સ્પષ્ટ ઓળખ થઈ હતી.
