જો તમે સમોસા, જલેબી અને અન્ય ફરસાણ કે જનક ફૂડના શોખીન છો તો ચેતી જજો. આ અમે નહિ સરકાર તમને કહેશે અને આ બધું વેચનાર વેપારીઓએ ચેતવણી આપતાં બોર્ડ મારવા પડશે. સમાન્ય રીતે બીડી, સિગારેટ કે અન્ય તમાકુની પ્રોડક્ટ પર સ્વાસ્થ્ય માટે હાનિકારક લખેલુ વાંચ્યું હશે. પરંતુ હવે તમે કોઈ દુકાન પર સમોસા, જલેબી, જંકફૂડ આરોગવા જશો ત્યાં તમને બોર્ડ મારેલા જોવા મળશે કે સાવધાન રહેજો વધુ પડતું સેવન હાનિકારક છે.


[[$googlead]]

આ નિયમ દેશવાસીઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહે તેવો

કારણ કે સરકાર હવે નાગપુરની સમોસા, જલેબી કે અન્ય વાનગી વેચતી દુકાનો માટે નવો નિયમ લાવવા જઈ રહી છે કે જ્યાં બોર્ડ મારવા પડશે કે તમે જે આરોગી રહ્યા છો, તેમાંથી કેટલી કેલેરી કે સુગર તમે આરોગી રહ્યા છો. જો કે આ નિયમ દેશવાસીઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહે તેવો છે. એટલું જ નહિ નાગપુરની એઈમ્સ સહિતની હોસ્પિટલમાં પણ ચાર્ટ લગાવવા આદેશ કરાયા છે.

[[$alsoread]]

કેટલી સુગર અને ફેટ વધશે તેના બોર્ડ મારવા પડશે

આ વિષયને લઈને અમે સમોસા, જલેબી વેચનાર વેપારીઓ સાથે વાત કરી તો તેઓએ નિયમ બહાર પડે તો અમલ કરવાની તૈયારી તો બતાવી પરંતુ નારાજગી સાથે. જયારે ગ્રાહકોનું કહેવું છે સરકારનો અભિગમ સારો છે. પરંતુ બીડી, સિગારેટ, તમાકુ, દારૂ વગેરે પર હાનિકારકની સલાહ હોય છે. પરંતુ તે વેચાય છે અને આરોગવામાં આવે જ છે. ત્યારે તેના હરોળમાં જો જંક ફૂડ પણ લાવો છો તો શું કરવું અને ઘરની બહાર નીકળીએ તો શું આરોગવું તે કન્ફ્યુઝન ઉભું થયું છે.

  • Follow us on: