ગુજરાતમાં આજથી સ્કૂલોમાં વેકેશન પૂર્ણ થતાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે. એક તરફ ઈંધણમાં ભાવ વધારો થયો છે જેના કારણે મોંઘવારીમાં વધારો થયો છે. ગેસના ભાવમાં પણ વધારો થતાં હવે સ્કૂલવાન ચાલકોએ ભાડામાં વધારો કરતાં વાલીઓમાં વધુ એક બોઝ આવ્યો છે. ગેસના ભાવ વધારા બાદ સ્કૂલવાનના ભાડામાં વધારો કરવા એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
ઓટો રિક્ષામાં 100 રૂપિયા અને વાનમાં 200 રૂપિયાનો વધારો
રાજ્યભરમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાંની સાથે જ વાલીઓ પર આર્થિક બોજમાં મોટો વધારો થયો છે.સ્કૂલો ખૂલતા જ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા સ્કૂલ વાન અને ઓટો રિક્ષાના માસિક ભાડામાં ધરખમ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ગેસ અને ઇંધણના ભાવમાં સતત થઈ રહેલા વધારાને પગલે એસોસિએશન દ્વારા આ આકરો નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યું છે.સ્કૂલ ફી,યુનિફોર્મ અને પુસ્તકોના ખર્ચ બાદ હવે ટ્રાન્સપોર્ટેશનનો આ નવો બોજ વાલીઓનું બજેટ ખોરવી નાખશે.નવા ભાવ વધારા અનુસાર,ઓટો રિક્ષાના ભાડામાં પ્રતિ કિલોમીટર ₹100 અને સ્કૂલ વાનના ભાડામાં પ્રતિ કિલોમીટર 200નો સીધો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.













